Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મોરબી રોડ પર ભુલી પડેલી બાળકીના વાલીને બી-ડીવીઝન પોલીસે શોધી મીલન કરાવ્યું

રાજકોટઃ. મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ નજીક એક સાત વર્ષની બાળકી રડતી હોય, ત્યાંથી પસાર થતા એક રાહદારીએ બાળકીનું નામ અને સરનામુ પૂછતા બાળકીએ પોતાનુ નામ સાબરીન સબ્બીરભાઈ ખેરાણી (ઉ.વ. ૭) જણાવ્યુ હતુ અને તે ભુલી પડી ગઈ હોવાનું કહેતા રાહદારીએ બાળકીને બી-ડીવીઝન પોલીસ મથકમાં લઈ આવી જાણ કરતા પીઆઈ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હીતેષભાઈ જોગડા, હિતેષભાઈ કોઠીવાળ, દીવ્યરાજસિંહ જાડેજા અને રવીભાઈ પાનસુરીયાએ બાળકીની પૂછપરછ કરતા તે પોતાના પિતાનું નામ અને પોતે ધ્રોલમાં રહેતી હોવાનું જણાવતા ધ્રોલ પોલીસને જાણ કરતા બાળકીના માતા-પિતાને શોધી કાઢયા હતા અને તે રાજકોટ આવતા બાળકીને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. તે રાજકોટ ઘાંચીવાડમાં તેના ફઈના ઘરે રોકાવા આવી હતી.

(3:37 pm IST)