Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કારોબારી અધ્યક્ષ પદેથી પાદરિયાને હટાવાયા

પદ પરથી હટાવવાના વિકાસ કમિશનરના ચૂકાદાથી ખળભળાટઃ હાઇકોર્ટમાં જવાનો માર્ગ ખુલ્યો

રાજકોટ તા. ર૩ :.. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે. પી. પાદરિયાને લાંચ પ્રકરણમાં અધ્યક્ષ પદેથી હટાવવાનો ચૂકાદો વિકાસ કમિશનર એમ. જે. ઠકકરે જાહેર કરતા પંચાયતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. પાદરિયાએ આ ચૂકાદા સામે હાઇકોર્ટમાંથી સ્ટે. માંગવાનો નિર્ણય કર્યો છે. પંચાયતની મુદત ર૧ ડીસેમ્બરે પૂરી થઇ રહી છે. પાદરિયાને સ્ટે. ન મળે તો પણ નવા ચેરમેનની ચૂંટણી થવાની શકયતા નહિવત છે. પાદરિયા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને હાલ ભાજપ સાથે છે.

કે. પી. પાદરિયા સામે એસીબીમાં કેસ નોંધાયેલ છે. આ આરોપ સબબ તેમણે બે માસથી વધુ સમય જેલવાસ ભોગવેલ. લાંચનો આરોપ હોવાથી તેમને અધ્યક્ષપદેથી શા માટે ન હટાવવા ? તેની વિકાસ કમિશનરે નોટીસ આપેલ. વખતો વખતની ઓનલાઇન સુનાવણી બાદ આજે તેમના અધ્યક્ષ પદેથી ફરજ મોકૂફ (દૂર) કરતો હુકમ કરવામાં આવ્યો છે. ૩૦ દિવસમાં તેઓ અપીલ કરી શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. કારોબારી અધ્યક્ષને લાંચ કેસમાં પદ પરથી હટાવાયા હોય તેવુ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત બન્યુ છે.

(3:52 pm IST)