Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજમાર્ગો પર બિન અધિકૃત હોર્ડિંગ બેનરો સામે દંડનિય કાર્યવાહી કરોઃ વિપક્ષીનેતા

વિજપોલ અને ટ્રાફિક સર્કલોમાં મંજુરી વગરના હોર્ડિંગ-બેનરો ઉતારી લેવા વશરામભાઇ સાગઠીયાની માંગ

રાજકોટ તા. ર૩ : શહેરમાં રાજમાર્ગો પર ગેરકાયદે લાગેલા હોર્ડિંગ બોર્ડ સામે દંડનિય કાર્યવાહી કરવા વિપક્ષીનેતા વશરામ સાગઠીયાએ મ્યુ.કમિશ્નરને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે રાજકોટ શહેરના તમામ વોર્ડમાં શાસકપક્ષ દ્વારા શહેરના પોલ અને જાહેર માર્ગ પરના મુખ્ય સંર્કલો પર મુખ્યમંત્રી અને વડાપ્રધાનની તસ્વીરો સાથેના બેનરો અને હોર્ડિંગો લગાવેલા છે તે નિયમાનુસાર છે. કે કેમ તે અંગેની સંપૂર્ણ માહિતી આપવા ત્થા તા.૮/૧૧નો કાર્યક્રમ અંગેના જે વડાપ્રધાનની તસ્વીરો સાથેની હોર્ડિંગો છે તે હજુ હટાવેલ નથી અને શહેરના કયા કયા સર્કલો અને કેટલા પોલ પર મહાનગરપાલિકા દ્વારા મંજુરી અપાયેલ છે. અને મંજુરી અપાવેલ હોય તો તેની માહિતી આપશો કુલ કેટલા સર્કલો પર અને કેટલા પોલ પર કુલ હોર્ડિંગ બેનરોની સંખ્યા જણાવશો.

વધુમાં અગાઉ પણ અનેક વખત શાસકપક્ષ દ્વારા અનઅધિકૃત બેનર્સ હોર્ડિંગ હટાવવામાં જવાબદાર અધિકારી દ્વારા આંખ મિચામણા કરેલ છે હોર્ડિંગ જે કોઇ સંસ્થા કે કોંગ્રેસ દ્વારા જો લગાવવામાં આવે તો તાત્કાલીક હટાવી દઇ ભાજપની ચાપલુસી કરાય છે. અને શહેરમાં લાગેલા હોર્ડિંગ બેનર્સ નુતન વર્ષાભિનંદનની જાહેરાતો સાથેના જો અનઅધિકૃત હોય તો જવાબદાર અધિકારી સામે દંડનીય કાર્યવાહી કરવી જોઇએ.

હાલ શહેરના મુખ્યમાર્ગો પર સીસી કેમેરા કરોડોના ખર્ચે લાગેલા છે તેમાં થુંકનારા માસ્ક વગરના નાગરીકો દંડાઇ છે તો હોર્ડિંગ બેનર્સના મસમોટા જે લગાવેલા છે તે કયારે લાગેલા છે.  કોણે કોણે લગાવેલા છે તેની સંપૂર્ણ તપાસ કરવી ઘટે અને બેનર્સ જે લગાવેલા છે. તે નિયમ વિરૂદ્ધ કુટેજમાં સાબિત થાય તો જવાબદાર અધિકારી પર દંડ કરી દાખલો બેસાડવો જોઇએ. શાસકપક્ષ કે કોઇપણ રાજકીય પક્ષો દ્વારા લાગેલા બેનર્સ હોર્ડિંગની નીતી સમાન હોવી જોઇએ તેમ રજુઆતના અંતે શ્રી સાગઠીયાએ જણાવ્યું છે.

(4:23 pm IST)