Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પૂ. ગુરૂદેવે સુચવેલો ઔષધીય પ્રસાદ અમૃતધારા વિનામૂલ્યે

રાજકોટ તા. ૩: પૂ. રણછોડદાસજી મહારાજે સમાજ-સેવા-આધ્યાત્મિકતા સાથે આયુર્વેદ અંગે પણ અનન્ય પ્રયોગો આપ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાં પૂ. ગુરૂદેવ રણછોડદાસજીબાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગ અકસીર સાબિત થઇ શકે છે.

આ પ્રયોગ માટે કપૂર (રાસ કે ભીમસેની), મેન્થોલ (પીપરમેન્ટ), અજમાના ફૂલ (થાયમોલ) સરખે ભાગે (જરૂર મુજબ ૫૦/૧૦૦/૨૫૦ ગ્રામ) ત્રણે વસ્તુ ભેગી કરવાથી ૨૪ કલાકમાં તે આપોઆપ પ્રવાહી બની જાય છે અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે.

કફ-શરદી-વગેરે માટે અમૃતધારા ઉત્તમ છે. અમૃતધારા ઉલટી-ઝાડા-તાવ-શરદી-ખાંસી-માથાનો દુઃખાવો, પેટના રોગ (આફરો, મંદાગ્નિ, એસીડીટી) તથા દાંતના રોગો પાયોરીયા, મોઢામાં પરૂ, હલતા-દુઃખતા દાંત, મોંની દુર્ગંધ, વાયુ-સાંધાના દુખાવા, રકત વિકાર, કફ, દમ, કાનનો દુખાવો, પરૂ નીકળવા, જંતુના ડંખ વગેરેમાં અમૃતધારા ઉપયોગી છે.

જો કે ગુરૂદેવે જણાવેલ કે દુધ પીવડાવતી માતાને અમૃતધારા ન આપવું. કારણ કે કપુર 'દુધ'ને સુકવી નાખે છે. શ્રી ધીરૂભાઈ હરિયાણી કહે છે કે અમૃતધારાની કોઈ આડઅસર નથી. મધુભાઇ કહે છે કોરોના લક્ષણો તાવ, શરદી, ગળાની બળતરા, કફ વિ. સમસ્યામાં અમૃતધારા અસરકારક છે, દુર કરનાર છે. 

અમૃતધારા ઔષધ વાપરવાની રીત

* જરૂર પડે તો સીધો ઉપયોગ કરો.

* પાણી-સાકર-મધ-પતાસા વગેરેસાથે અમૃતધારાના એક-બે ટીપા લઇ શકાય.

* હોમિયોપેથીની નાની ગોળીમાં અમૃતધારાના ૧-૨ ટીપા ભેળવીને લઇ શકાય.

અમૃતધારા દિવ્ય ઔષધિનું વિનામુલ્યે વિતરણ

સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન  (૧) મધુભાઇ અનડકટની ઓફીસ સેવન સ્ટાર, જાગનાથ મંદિરની બાજુમાં, યાજ્ઞિક રોડ, રાજકોટ (૨) શ્રી સદ્દગુરૂ આશ્રમ - સદ્દગુરૂ સેવા સદન ટ્રસ્ટ, કુવાડવા રોડ - સદ્દગુરૂ રોડ, રાજકોટ. મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮ (૩) શ્રી રામ હાર્ડવેર મોલ - કુવાડવા રોડ, રાજ મંદિર કોમ્પલેક્ષ, શ્રી રામ પાર્ક, કુવાડવા રોડ, રાજકોટ - (મો. ૭૫૬૭૪ ૯૩૧૦૦) ખાતેથી થાય છે. આ અંગે વધારે માહિતી માટે મધુભાઇ (મો. ૯૪ર૮૦ ૩૪૦૬૯), રણજિતભાઇ ડોડિયા (૯૪ર૭૭ રપ૮૮૩) નો સંપર્ક થઇ શકે છે.

(11:41 am IST)