Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોરોનાની સારવાર સાથે માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરે છે નર્સિંગ કર્મચારીઓ

મારા દાદીની ભુલાયેલી અનમોલ નિશાની સમાન સોનાની બંગડી પાછી મેળવી અમે રાજી થઇ ગયાઃ ધ્રુવ પટેલ

રાજકોટ, તા. ર૪ : કોરોના બીમારી સબબ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્ત્।મ ઉદાહરણ પૂરૃં પાડી રહયા છે.

રાજકોટના નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્ત્િ।ને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો અને ઉતાવળમાં દાદીમાનો ડીસ્ચાર્જ લેતી વખતે દાદીમાની અણમોલ નિશાની સમી સોનાની બે તોલાની ચાર બંગડી તેમના કુટુંબીજનો હોસ્પિટલ ખાતે જ ભુલી ગયા હતા. એક લાખ રૂપિયાથી વધુ કિમતની આ જણસ પરત લેવા માટે તેમના સ્વજનોને હોસ્પિટલના નર્સિંગ વિભાગમાંથી બે થી ત્રણ વાર ફોન કરવામાં આવ્યા હતા. આ બાબતે ધૃવ પટેલે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો ખરા હ્રદયથી આભાર માન્યો હતો, અને કહયું હતું કે, કે અન્ય ખાનગી હોસ્પિટલમાં મારા દાદીમાએ સારવાર લીધી હોત તો અમે મારા દાદીની આટલી મોંદ્યી બંગડીઓ જિંદગીમાં કદાચ પાછી ન પણ મેળવી શકયા હોત. સિવિલ હોસ્પિટલના સહકારથી જ અમે મારા દાદીમાની મૂલ્યવાન નિશાની પરત મેળવી શકયા છીએ. અમારા કુટુંબ માટે આ બહુ ભાવનાત્મક બાબત છે. જે બદલ અમે સિવિલ હોસ્પિટલના ખૂબ આભારી છીએ.

દર્દીઓનાં સ્વજનો દ્યણી વાર દર્દીના મૃત્યુના આદ્યાતમાંથી બહાર નથી આવ્યા હોતા, આવા સંજોગોમાં એકથી વધુ વાર તેમને ફોન કરવો પડે છે, તો પણ હોસ્પિટલનો  સ્ટાફ કંટાળ્યા વગર તેમને ફોન કરીને તેમની વસ્તુઓ તેમના સુધી અવશ્ય પરત પહોંચાડે છે. નર્સિંગ સ્ટાફની આ સેવા પણ નોંધનીય છે.

(1:57 pm IST)