Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગેબનશાપીરની દરગાહ પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે મુસ્તફા ઝડપાયો

રાજકોટ તા. ર૪ :.. રેલ્વે જંકશન પાસે ગેબનશાપીરની દરગાહ પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સને પેરોલ ફરલો સ્કવોડે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પેરોલ ફરલો સ્કવોર્ડના કોન્સ મહંમદ અઝરૂદીનભાઇ, પ્રદિપસિંહ તથા કૃષ્ણદેવસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડ કોન્સ. ઝહીરભાઇ ખાફીફ, એસઓજીના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ ગોહીલ, કૃષ્ણદેવસિંહ, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી અને સોનાબેન મુળીયા સહિતની ટીમે જંકશન પ્લોટ પાસે ગેબનશાહપીરની દરગાહ પાસેથી મુસ્તફા સદામશા શાહમદાર (ઉ.ર૦) (રહે. રૂખડીયા પરા રેલ્વે જંકશન પાછળ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:24 pm IST)