Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સેન્ટ ગાર્ગી સ્કુલ યોજીત ઘરમાં ગણેશજીની મૂર્તિઓનલાઇન સ્પર્ધાનું પરીણામ જાહેર

રાજકોટઃ સિલ્વર લાયન કલબ, સેન્ટ ગાર્ગી સ્કુલ દ્વારા કોરોનામા ઘરમાં રહી કલાને ઉજાગર કરવાની ઉમદા તક સાથે ગણેશજીની મૂર્તિ ઓનલાઇન સ્પર્ધા ૨૦૨૦ માટીમાંથી બનાવીને ડેકોરેશન કરીને બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૭૦ થી વધુ વ્યકિતઓએ ભાગ લીધેલ. સ્પર્ધકોએ  માટીમાંથી ગણપતિની ૪૦ મુર્તિ બનાવી હતી. ૩૦ સ્પર્ધકોએ ડ્રોઇંગ કાગળ ઉપર ગણપતિ ડ્રોઈંગ કરીને સુંદર કલર પૂર્યા હતા.

આ   સ્પર્ધાનું પરીણામ   જાહેર કરવામાં આવતા (૧) રાઠોડ મંથન (૨) માલવી કેયા (૩) હર્ણશા દિપ અને જયસ્વાલ વિહાન તેમજ પ્રોત્સાહન ઇનામ ભટ્ટી મિહિર, મહેતા દેવર્ષ, પરમાર રોનક/ ઇશા, સોહલા ક્રિષ્ના, પૌમલ જેનિલ, જુણેજા માહેનૂર વિજેતા બનેલ.  ભાગ લેનાર તથા વિજેતા સર્વે ને રાજકોટ સિલ્વર લાયન કલબ ,સેન્ટ ગાર્ગી સ્કુલ દ્વારા આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  આ તકે સહયોગ આપનાર તથા જજ તરીકે સેવા આપનાર તમામનો આભાર વ્યકત કરાયો હતો.

(2:25 pm IST)