Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પુષ્કરધામ એપાર્ટમેન્ટના ફલેટમાંથી મેનીલ રામ દારૂની ૮ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ર૪ :.. શહેરના પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટના ફલેટમાંથી યુનિવર્સિટી પોલીસે આહીર શખ્સને દારૂની ૮ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી પીઆઇ આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆ એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, પુષ્પરાજસિંહ તથા કૃષ્ણદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ. મહેન્દ્રસિંહ તથા મુકેશને મળેલી બાતમીના આધારે પુષ્કરધામ મેઇન રોડ પર પુષ્કરધામ એપાર્ટમેન્ટના વીંગ-બી-ફલેટ નં. ૧૦૩ માં દરોડો પાડી રૂ. ર૬પ૦ ની કિંમતની દારૂની ૮ બોટલ સાથે મેનીલ સરમણભાઇ રામ (ઉ.ર૧) (રહે. પુષ્કરધામ એપાર્ટમેન્ટ વીંગ-બી-ફલેટ નં. ૧૦૩) મુળ  માંગરોળના શીલગામ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)