Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કુવાડવા પોલીસ મથકની વિસ્તારની પરિણિતા ઉપરના દુષ્કર્મના આરોપીની જામીન અરજી રદ

પતિ અને બાળકો ભવાઇનું નાટક જોવા જતાં આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ ગુજારેલ

રાજકોટ, તા.૨૪: રાજકોટ જીલ્લાના એક ગામની પરિણીતા પર તે જ ગામના પટેલ શખ્સે છરીની અણીએ બે વખત દુષ્કર્મ ગુજારવા અંગેની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આઇપીસી. કલમ ૩૭૬, ૫૦૬(ર) અને જી.પી. એકટ ૧૩૫ની કલમ મુજબની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી દિનેશભાઇ ગોબરભાઇ કીયાળાએ સદરહું ગુન્હાના કામે સંભવિત પોલીસથી બચવા માટે રાજકોટ સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારેલ હતી જે જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટ જીલ્લાના એક ગામમાં રહેતી પરિણીતાને પોતાના ગામમાં ભવાઇ નાટકનું આયોજન કરવામાં આવેલ હોવાથી પરિણીતાના પતિ અને બાળકો ગામમાં ભવાઇ નાટક જોવા ગયેલા હોય જેનાથી આરોપી વાકેફ હોય જેથી પરિણીતાનો એકલતાનો ગેરલાભ ઉઠાવી પરિણીતાના ઘરમાં દુષ્કર્મ ગુજારેલ.

સદરહું બનાવ અંગેની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં તા.૨૪-૫-૨૦૨૦ના રોજ આઇપીસી કલમ ૩૭૬, ૫૦૬(૨) અને જી.પી.એકટ ૧૩૫ મુજબની ફરીયાદ આપેલ હતી. જેના અનુસંધાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ સદરહું બનાવની ફરીયાદ નોંધી લઇ ધરપકડ કરેલ હોય અને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હોય જેથી આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારેલ હતી.

આ જામીન અરજી સામે મુળ ફરીયાદી વતી લેખીત જવાબ વાંધો રજુ કરી આરોપી સામે સમાજ વિરોધી ગંભીર પ્રકારનો ગુન્હો હોય તેમજ સમાજમાં આ પ્રકારના ગુન્હાઓ દિન પ્રતિદિન વધતા જતા હોય જેથી જામીન અરજી રદ કરવા માટે લેખી જવાબ વાંધાઓ આપેલ અને ભોગ બનનારના મેડીકલ પેપર્સ જોતા પણ અવાર નવાર શારીરીક સંબંધ બાંધેલ હોય જે હકીકત નામદાર સેશન્સ કોર્ટે ધ્યાનમાં રાખતા આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી વતી જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા, એમ.એન.સિંધવ, એડવોકેટ તરીકે રોકાયેલા હતા અને સરકારશ્રી તરફથી એ.પી.પી.મહેશ જોષી રોકાયેલ હતા.

(2:52 pm IST)