Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

BSNLના નેટવર્કમાં ખોટકોઃ રાજકોટ સહિત રાજયભરમાં ૧૦૮ સેવા ઠપ્પઃ દેકારો બોલી ગયો

અમદાવાદમાં ખોટકાની રાજકોટમાં ભકિતનગર-K.R.-એક્ષસેન્જમાં અસર : ૧૦૮ ની સ્પે. હોટલાઇન ખોરવાતા સેંકડો કોલ અટકી પડયાઃ કોઇ જવાબદાર અધિકારી હાજર નથી

રાજકોટ તા. ર૪ :..  બીએસએનએલ.ના અમદાવાદ ખાતેના હોટલાઇનના સ્પે. એક્ષચેંજમાં ખોટકો સર્જાતા અને તેમાંથી મેડીકલની ૧૦૮ ની લાઇન નીકળતી હોય,

આ ફોલ્ટને કારણે આ ૧૦૮ની લાઇન બેસી જતા રાજકોટ સહિત રાજયભરમાં ૧૦૮ની ઇમરજન્સી સેવા ત્રણ કલાકથી સેવા ઠપ્પ થઇ જતા સનસનાટી મચી જવા પામી છે.

બીએસએનએલમાં ફોલ્ટ સર્જાતા રાજયભરમાં ૧૦૮ સેવા બંધ થઇ ગયાની પૃષ્ટિ ૧૦૮ ના સીઇઓ જવલંત પ્રજાપતિએ પણ કરી હતી.

રાજકોટ બીએસએનએના ટોચના અધીકારી સુત્રઓે જણાવ્યું હતું કે ૧૦૯ જેવી સ્પે.હોટલાઇનો (ડબલ્યુટીઆર) માંથી નીકળે છે. અમદાવાદમાં ખોટકો બાદ ભકિતનગર અને કે.આર. એક્ષચેજમાં પણ ઓએફલીમાં ખોટકો આવતા રાજકોટ અને તેન ેસંલગ્ન જોડાયેલ અન્ય જીલ્લાની ૧૦૮ સેવા બંધ થઇ જવા પામી હતી.

આ અંગે અધીકારીઓ ફોલ્ટ દુર કરવા દોડી ગયા છે પરંતુ અન્ય કોઇ અધીકારી ફોન ઉપાડતા ન હતા ભકિતનગર-લોહાનગર એક્ષચેંજમાં કોઇ સ્ટાફ પણ હાજર ન હતો આવી સેવા માટે સ્પ.ે  મુકાયેલા ડીજીએમ પણ નિવૃત થયા હોય કોઇ જવાબદાર ન હોય ફોલ્ટ અંગે અન્ય કોઇ વિગતો પ્રાપ્ય બની ન હતી, મુખ્ય ફોલ્ટ કયાંથી સજાર્યો છે, તે અંગે પણ કોઇ અધિકારી જણાવતા ન હતા.

(3:43 pm IST)