Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

૨૨થી ૩૦ નવે. વચ્ચે ૬ મહાપાલિકામાં ચૂંટણી જંગ !

૨૦થી ૩૦ ઓકટોબર વચ્ચે ચૂંટણીપંચ જાહેર કરશે ચૂંટણીનો કાર્યક્રમઃ નવેમ્બરના અંતમાં જ ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ યોજાશે : ૫૫ નગરપાલિકાની ચૂૂંટણી પણ નવેમ્બરના અંતમાં યોજવા ચુંટણી પંચે તૈયારી શરૂ કરી

રાજકોટ તા.૨૪: કોરોનાના કહેર વ/ચ્ચે હવે ચૂંટણીના ઢોલ વાગે તેવા એંધાણ મળી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચુંટણી નવેમ્બરના અંતમાં યોજાય તેવી શકયતાઓ છે.

મળતા અહેવાલો મુજબ રાજ્યની ૬ મહાનગરપાલિકામાં ૨૨થી ૩૦ નવેમ્બર વચ્ચે મતદાન થાય તે પ્રકારે ચૂંટણી પંચ તૈયારી કરી રહ્યુ હોવાનું જાણવા મળે છે.

મળતા અહેવાલો અનુસાર રાજ્ય ચૂંટણી પંચ ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી અંગેનો કાર્યક્રમ ૨૦થી ૩૦ ઓકટોબરની વચ્ચે જાહેર કરે તેવી શકયતા છે. એવું પણ જાણવા મળે છે કે ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૫૫ નગરપાલિકાઓની ચૂંટણી પણ નવેમ્બરના અંતમાં યોજાય તેવી શકયતા છે. રાજ્ય ચૂંટણી પંચે આ અંગે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પણ સાબદા બની ગયા છે. હવે આવતા દિવસોમાં કોરોના કાળ વચ્ચે ગુજરાત ચૂંટણીના રંગે રંગાશે તે નક્કી છે.

મ.ન.પા. દ્વારા ચૂંટણીની તૈયારી : મતદાર યાદી છાપવા કોન્ટ્રાકટ

રાજકોટ : આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી મ.ન.પા. દ્વારા શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે વોર્ડવાઇઝ મતદાર યાદી છાપવા માટે કાલથી સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત કરાઇ છે.

(3:44 pm IST)