Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ખાનગી શાળા-કોલેજોની એક સત્રની ફી માફીની માંગ સાથે NSUI દ્વારા ચક્કાજામઃ ૧રની અટકાયત

રાજકોટઃ કોટેચા ચોકમાં ચક્કાજામ કરતા NSUI કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૪: કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના તેમજ રોજગાર-ધંધાઓમાં મંદી ફી પ્રશ્ને માફીની માંગ ઉઠી છે ત્યારે આજે ખાનગી-શાળા કોલેજોની એક સત્રની સંપૂર્ણ ફી માફીની માંગણી સાથે NSUI દ્વારા કોટેચા ચોક ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો છે પોલીસે ૧ર કાર્યકરોની અટકાયત કરી છે.

NSUI એ એક યાદીમાં જણાવ્યું છે કે કોરોનાની મહામારી-રોજગારમાં મંદી સમગ્ર રાજયના વાલીઓમાં ફી માફી માંગણીની છે. પરંતુ ખાનગી શાળા-કોલેજોમાં સંચાલકો સાથે સરકારની સાંઠ-ગાંઠ સ્પષ્ટપણે દેખાય આવે છે. સરકારની જવાબદારી બને છે. આવા સંવેદનશીલ મુદ્દાઓ પર સકારાત્મક વલણ દાખવ્યું પરંતુ શૈક્ષણીક ક્ષેત્રે સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

NSUI ની યાદીમાં વધુમાં જણાવ્યું છે હાઇકોર્ટ પણ રાજય સરકારને આ મુદ્દે સ્વતંત્ર નિર્ણયની છુટછાટ આપ્યા બાદ પણ હજુ સુધી ફી મુદ્દે સરકાર કેમ ચુપ છે? સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે કે પછી ખાનગી શાળા-કોલેજોના સંચાલકો સરકારના કહ્યામાં નથી? જો અન્ય રાજયોની સરકાર વિદ્યાર્થીઓને એક સત્રની સંપૂર્ણ ફી માફી આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? આ બાબતે સરકારે પોતાનું વલણ તાત્કાલીક સ્પષ્ટ કરવું જોઇએ.

NSUI ના જિલ્લા પ્રમુખ રોહિત રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

(4:10 pm IST)