Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વોકહાર્ટની માનવતાઃ સીટી પ્રાંત-૧ ની વિનંતી બાદ બે ગરીબ દર્દીના ૧ લાખ ૧૮ હજાર માફ કર્યા

બંને દર્દીની વધુ પૈસાની ફરીયાદ હતી પરંતુ કમીટીએ ચેક કરતા બધુ બરોબર નીકળ્યું: પછી દર્દીને રાહત અપાઇ

રાજકોટ તા. ર૪ :.. શહેરની ૩૧ જેટલી ખાનગી હોસ્પીટલોમાં કોરોના દર્દીઓની કોર્પોરેશને નકકી કરેલ દર મુજબ સારવાર થાય છે, અનેક હોસ્પીટલો સામે વધુ નાણા લીધાની ફરીયાદો દિવસે ને દિવસે હોય છે, આ માટે જીલ્લા કલેકટરે આખુ ફરીયાદ નિવારણ કોલ ઉભુ કરી સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીને કામગીરી સોંપી છે, અને શ્રી ગઢવીએ તમામ ખાનગી હોસ્પીટલમાં ફરીયાદ બાબતે કો-ઓર્ડીનેટર પણ મુકયા છે.

દરમિયાન આજે શહેરની વોકહાર્ટ હોસ્પીટલે બે ગરીબ દર્દી પ્રત્યે દાખવેલ માનવતા પણ બહાર આવી છે.

આ અંગે માહિતી આપતા સીટી પ્રાંત-૧ શ્રી ગઢવીએ 'અકિલા' ને જણાવ્યું હતું કે વોકહાર્ટમાં દાખલ કોરોનાના બે દર્દીઓએ વધુ નાણા લેવા અંગે ફરીયાદ કરી હતી, આ પછી કમીટીએ આ અંગે સંપૂર્ણ તપાસ કરી હતી અને ટ્રીટમેન્ટ અપાયા પ્રમાણે જે નાણા લેવાયા તે બરોબર હોવાનું જણાવ્યું હતું આ અંગે બંને ફરીયાદીઓને પણ સામે બેસાડાયા હતા, તેઓને પણ સંતોષ થયો હતો.

આ પછી તંત્ર દ્વારા બંને દર્દીઓની આર્થિક સ્થિતિ જોતા વોકહાર્ટ હોસ્પીટલને રાહત આપવા જણાવાયું હતું, સીટી પ્રાંત-૧ ની વિનંતી બાદ વોકહાર્ટ હોસ્પીટલે બંને દર્દીને કુલ ૧ લાખ ૧૮ હજારની રાહત આપી એટલી રકમ પરત કરી હતી.

આ રાહતમાં ડોકટરોની વીંઝીટ ફી અને અન્ય ચાર્જીસનો સમાવેશ થાય છે, જેમાં એક દર્દીને ૪પ હજાર તથા બીજા દર્દીને ૭૩ હજાર પરત આપી સીટી પ્રાંત-૧ ને વોકહાર્ટ હોસ્પીટલના મેનેજમેન્ટર્ન જાણ પણ કરી હતી.

(4:11 pm IST)