Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મહિકા ગામના પાટીયાથી મળી આવેલ દારૂના ગુનામાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ર૪ :  મહીકાગામના પાટીયાથી મળી આવેલ દારૂના ગુન્હામાં આરોપીઓના જામીન મંજુર કરાવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનની હદમાં ભાવનગર રોડ મહિકાગામના પાટીયાથી આગળ કાચા રસ્તા ઉપર વાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટર વગર વિદેશી દારૂની બોટલ નંગ ૬૧ર ની કિંમત રૂ. ૧,૮૩,૬૦૦/- નો દારૂ મળી આવતા ડી.સી.બી. શાખાએ અરજદાર આરોપી વિજયભાઇ મશરૂભાઇ બાવળીયા તથા અન્ય વિરૂધ્ધ ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી જેલ હવાલે કરેલ. આ કામનમાં આરોપી એ તેમના એડવોકેટ મનીષ એચ. ખખ્ખર મારફત રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ આ જામીન અરજીના અનુસંધાને તેમના એડવોકેટ એ જુદી જુદી હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ કે ફરીયાદી એ ખોટી રીતે આરોપીને ખોટા ગુન્હામાં સંડોવાયેલ છે. ફરીયાદમાં દર્શાવેલ કોઇ બનાવ બનેલ નથી આ સંજોગોમાં હાલના અરજદાર આરોપીઓ ને જાીમન ઉપર મુકત કરવા જોઇએ.

ઉપરોકત દલીલોને ધ્યાનમાં લઇ  કામમાં આરોપી વિજયભાઇ મશરૂભાઇ બાવળીયાનીને રાજકોટની સેસન્સ કોર્ટએ જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કામમાં બન્ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખર, કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા, ભરતભાઇ હિરાણી, સુરેશભાઇ પંડયા તથા આસીસ્ટન્ટ તરીકે અલય એમ. ખખ્ખર ધર્મેશ જે. ખીમસુરીયા, પ્રધ્યુમનસિંહ જાડેજા રોકાયેલ હતા.

(4:17 pm IST)