Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સૌરાષ્ટ્ર કોવિડ કેર સેન્ટરમાં ૧રર દર્દીઓ સારવાર હેઠળઃ ર૦૦ બેડની સુવિધા

ડે. કલેકટર પુજાબેનનાં માર્ગદર્શન હેઠળ દર્દીનાં સગાઓની અને દર્દીની સારસંભાળ

રાજકોટ તા. ર૪ :.. અત્રેની સૌરાષ્ટ્ર કેન્સર કોવિડ હોસ્પીટલમાં હાલમાં ૧રર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

પુરવઠા વિભાગનાં ડે. કલેકટર પુજાબેન તથા તેમન સ્ટાફને અહીં જવાબદારી સંભાળી રહયા છે. જેમાં એ. ડી. મોરી, વસીમ રીઝવી, રાઘવ સોનગરા, કલ્પેશ વેગડ, ડી. એસ. ઝાલા, વિસાવડીયા, વગેરે ર૪ કલાક કન્ટ્રોલ રૂમ સંભાળી રહ્યા છે.

હોસ્પીટલમાં દર્દી માટે ર૪ કલાક ડોકટર હાજર રહે છે. સીસીટીવી કેમેરા, હેલ્પ ડેસ્ક, વગેરેની સુવિધા છે.

મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અંજનાં ત્રિવેદી, ત્થા ડો. ઇલ્યાસના માર્ગદર્શન હેઠળ દર્દીની સાર સંભાળ લેવાઇ રહી છે. દર્દીના સગા માટે ડોમમાં ઉતારો ત્થા પાણી વ્યવસ્થાઓ રખાઇ છે.

ર૦૦ બેડની સુવિધ વાળી આ કોવિડ હોસ્પીટલમાંથી ૩૧૮ જેટલાં દર્દીઓ સાજા થયા છે અને હાલમાં ૧રર દર્દી સારવાર લઇ રહ્યા છે.

(4:19 pm IST)