Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વેલનાથપરાના વિસ્તારવાસીઓ ખોટા લોકોના ગેરમાર્ગે ન દોરાય : મોલીયા-પીપળીયા

રસ્તા પર ડામર કામ પહેલા મેટલીંગ કામ કરવુ પડે છેઃ મેયર અને કોર્પોરેટરની સ્પષ્ટતા

રાજકોટ, તા. ર૪ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકવિકાસના જુદા જુદા કામો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે તાજેતરમાં મેયર બિનાબેન આચાર્ય, તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાના પ્રયાસોથી વોર્ડ નં.૦૪માં મોરબી રોડ પર આવેલ વેલનાથપરા વિસ્તારમાં મેટલીંગ કામને કમિશનર દ્વારા સૈદ્ઘાંતિક મંજુરી આપવામાં આવેલ છે. આ કામની સૈદ્ઘાંતિક મંજુરીથી અમુક લોકવિરોધી માનસ ધરાવતા લોકો દ્વારા વિસ્તારમાં ભ્રામક ખોટો પ્રચાર કરવામાં આવે છે.

વધુમાં શ્રી મોલીયા અને પીપળીયાએ જણાવયું હતું કે  જયારે કોઈપણ ડામરકામ કરવું હોઈ, તે પહેલા મેટલીંગ કરવું પડે છે, ત્યારબાદ જ ડામર કામ થાય છે. જયારે ફકત વિકાસના કામોમાં વિરોધ જ કરવાના હેતુથી વિસ્તારમાં અમુક લોકો દ્વારા વિકાસના કામોથી પેટમાં દુખતું હોય તેમ ફકત કોઈ જાતની જાણકારી વગર ફકત કામનો વિરોધ જ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા આવા લોકોને વિસ્તારવાસીઓ પણ સારી રીતે જાણે છે. વધુમાં, આવા ભ્રામક પ્રચાર કરી ખોટા વિરોધ કરી લોકોની વાતમાં ન આવવા વોર્ડ નં.૦૪ના વિસ્તારવાસીઓને વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી છે.

(4:22 pm IST)