Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

હિરાસર એરપોર્ટ હવે દર મહિને બે વખત સ્થળ ઉપર જ મીટીંગ મળશેઃ વીજ લાઇન-પાણીની લાઇન કામગીરી શરૂ

કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ મળીઃ ઓપ્ટીકલ ફાયબર લાઇન પહેલા નીકળશે : ઓપ્ટીકલ ફાયબર સંદર્ભે ૧૧ ગામને અસર થવાથી શકયતાઃ કામગીરી ઝડપી પૂર્ણ કરવા આદેશો

રાજકોટ તા. ર૩ :.. હિરાસર એરપોર્ટ રાજકોટથી ર૦ કિ. મી. દૂર બની રહ્યુ છે., આજે કલેકટરના અધ્યક્ષપદે સંબંધીત અધિકારીઓની મહત્વની રિવ્યુ મીટીંગ મળી હતી, જેમાં વીજ લાઇન ખસેડવાની કામગીરી, વોટર પાઇપ લાઇન કાઢવાની કામગીરી શરૂ થઇ ગયાનો નિર્દેશ અપાયો હતો, તો ઓપ્ટીકલ ફાયબર લાઇન નાખવાની કામગીરી પણ ઝડપી પુર્ણ કરવા કલેકટરે આદેશો કર્યા હતાં.

અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે આ ઓપ્ટીકલ ફાયબર લાઇન રાજકોટ-સુરેન્દ્રનગરના ૧૧ ગામોને જોડતી લાઇન હાલની લાઇનની પેરેલેલ નખાશે, બાદમાં જૂની લાઇન કાઢી નખાશે, જો કે આ કામગીરીને કારણે ઉપરોકત ૧૧ ગામોના નેટ કનેકટીવીટીને અસર થાય તેવી શકયતા છે, પરંતુ બાદમાં વાંધો નહિ આવે.

આજની મીટીંગમાં મહત્વનો એવો નિર્ણય લેવાયો હતો કે હવે દર મહિને બે વખત એરપોર્ટ કામગીરી અંગે રિવ્યુ મીટીંગ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને એરપોર્ટ જયા બની રહ્યુ છે તે સ્થળ ઉપર જ મળશે, જેથી થઇ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી કલેકટરને રીપોર્ટ કરી શકાય.

દરમિયાન પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહીલે 'અકિલા'ને જણાવ્યું હતું કે કમ્પાઉન્ડ વોલ લગભગ પુરી થવા આવી છે, અને રન-વે પણ પ૦ ટકા ઉપર બની ગયો છે.

(3:31 pm IST)