Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પડધરી પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા મહિલાનું મોતઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૨૫: પડધરી રેલ્વે સ્ટેશન નજીકના ગ્રામ ફાટક પાસે રાત્રીના અજાણ્યા આશરે ૩૮ થી ૪૦ વર્ષના એક મહિલાનું ટ્રેનની ઠોકરે ચડી જતાં મોત નિપજતાં મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે. મૃતક મહિલાએ કેસરી મરૂન રંગની ડિઝાઇનવાળી સાડી, દુધીયા ચણીયો પહેર્યા છે. પેટ પર જમણી બાજુ લાખા જેવું નિશાન છે. આ સિવાય તેમની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતક વિશે કોઇને માહિતી હોય કે કોઇ વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો ફોન ૦૨૮૪ ૨૪૪૩૩૫૮ અથવા મો. ૯૮૨૪૪ ૦૦૫૪૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ હરવિજયસિંહ અને સંતોષભાઇ ગઢવી વધુ તપાસ કરે છે.

(1:28 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST

  • બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST

  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST