Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કર્ફયુમાં કડક કામગીરી માટે જાણીતી પોલીસની માનવતા પણ મહેકી ઉઠે છેઃ દૂર્ગા શકિતની ટીમે બે બહેનોને ઘરે પહોંચાડી

રાજકોટઃ એસીપી એચ.એલ. રાઠોડ અને પીઆઇ જે. ડી. ઝાલા તથા ટીમના કર્મચારીઓ અને દૂર્ગા શકિતના મહિલા કર્મચારીઓ રાત્રે સોરઠીયા વાડી સર્કલ ખાતે પેટ્રોલીંગમાં હતાં ત્યારે બે મહિલાઓ અગત્યના કામ સબબ બહાર નીકળ્યા બાદ ઘરે જવા માટે વાહનો મળતા ન હોઇ મુંજવણમાં હતી ત્યારે આ બંનેને તેમના ઘરે ટુવ્હીલરમાં બેસાડીને પહોંચાડવાની જવાબદારી પોલીસે નિભાવી માનવતા મહેકાવી હતી. મહિલા પોલીસ કર્મચારીઓ આ મહિલાને એકટીવામાં બેસાડીને લઇ જતાં નજરે પડે છે.  (ફોટોઃ સંદિપ બગથરીયા)
 

(3:08 pm IST)