Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

૧૦ મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ શીંગદાણો દુરબીનથી કાઢી અપાયું નવજીવન

શ્વાસનનળી સાંકળી હોય, જો કોઇ વસ્તુ તેમાં ફસાઇ જાય ત્યારે પરિસ્થિતી ગંભીર બની જાય : બાળકોને આવી વસ્તુ ન આપો : ડો. ઠક્કર

રાજકોટ : તાજેતરમાં અત્રે રાજકોટ ખાતે વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની ઈએનટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો આવ્યો .મયુરભાઈ બારસિયા કે જેઓ રાજકોટના વતની છે તેમનો ૧૦ મહિનાનો પુત્ર ભવ્ય બારસિયા સાત દિવસ અગાઉ તે ઘરે રમતા રમતા શીંગનો દાણો ગળી ગયો હતો .અને ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઉધરસ અને કફ થઇ જતા સ્થાનિક દવાઓ કરાવી હતી પરંતુ ફરક ન જણતા તેઓએ અત્રે વિદ્યાનગર રોડ સ્થિત ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરને બતાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડયું કે તેની શ્વાસનળી માં ડાબી બાજુ છેક ફેફસાની નજીક કંઈક ફસાયેલ હતું.

ડો હિમાંશુ ઠક્કરે સંપૂર્ણ તપાસ કરી બાળકને ઓપરેશન થીએટરમાં લઇ દૂરબીન વડે ગણત્રીની મિનિટો માંજ સાત દિવસથી શ્વાસનળીમાં ફસાયેલ શીંગદાણો કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો. આ કેસની વિકટ પરિસ્થિતિએ હતી કે બાળકની ઉમર માત્ર ૧૦ મહીના જ હતી તેની શ્વાસનળી ખુબજ સાંકળી અને નાજુક હોય એવી પરિસ્થિતિમાં જો કોઈક વસ્તુ તેમાં ફસાય જાય ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થઇ જાય છે .અને કયારેક જો પ્રોસીઝર દરમ્યાન શ્વાસનળી ને ઇજા થાય કે અંદર જો રકતસ્ત્રાવ થાય તો તે બાળક માટે ખુબજ જોખમી થઈ જાય.અને દાણો ૭ દીવસ થી ફસાયેલ હોવાથી શ્વાસનળી ની દીવાલ સાથે ચોટેલો હતો જે કાઢવો જોખમી હતું. પરંતુ આ બધી વિકટ પરિસ્થિતિ ઓ હોવા છતાં આવા અનેક ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડનાર અને જેઓ ૧૯ વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેકટીસ કરે છે અને કાન નાક ગળાના વિષયમાં તેઓ બહોળો અનુભવ ધરાવે છે તેવા ઈએન્ટી સર્જન ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ પૂર્વક સફળતા થી દૂરબીન વડે ૭ દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો દૂરબીન વડે કાઢી આપી બાળક ને નવજીવન આપ્યું.

આ તબક્કે દર્દીના પિતા મયુરભાઈ બારસિયાએ ડો. ઠક્કરનો આભાર માન્યો હતો.ડો ઠક્કરના જણાવ્યા મુજબ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત જયાં સુધી પૂરતા દાંતના આવે ત્યાં સુધી નાના બાળકોને શીંગદાણા ,દાળિયા વિ. વસ્તુઓ ખાવા માટેના આપવી જોઈએ .હોસ્પિટલનું સરનામું :  ડો ઠક્કરની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલ વિદ્યાનગર મેઈન રોડ .૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ .રાજકોટ.ફોન -૦૨૮૧-૨૪૮૩૪૩૪.મો ૭૯૯૦૧૫૩૭૯૩.

(10:27 am IST)