Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

વડાપાઉં, ઘુઘરા, ઇંડાની લારી પાસે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારી સહિત ૩પ દંડાયા

રાજકોટ, તા.રપ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં વડાપાઉં, ઘુઘરાની, ઇંડાની લારી તથા હોટલ, સેલ્સ એજન્સી અને ટી-સ્ટોલ બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ સહિત ૩પ વ્યકિતને પકડી કાર્યવાહી કરી હતી જેની વિગતો આ મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે કોઠારીયા નાકા પાસેથી રીક્ષા ચાલક પ્રવિણ કેશુભાઇ ભોજાણી, લોધાવાડ ચોક પાસેથી ગૌરવ પ્રકાશભાઇ રૂપારેલીયા તથા બી-ડીવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર ગીરીરાજ ઘુઘરા નામની દુકાન ધરાવતા અરવિંદગીરી રસીકગીરી ગૌસ્વામી, રીક્ષા ચાલક આબીદ અનવરભાઇ કુરેશી, માર્કેટીંગયાર્ડ પાસેથી શકિત ટી-સ્ટોલ ધરાવતા ભુપત વિભાભાઇ ગમારા, કુવાડવા રોડ નવાગામ જકાતનાકા પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા હસમુખ લાભભાઇ ડાંગર, તથા થોરાળા પોલીસે દૂધ સાગર રોડ પર જય અંબે પાન નામની દુકાન ધરાવતા રણછોડ પુનાભાઇ બારીયા તથા ભકિતનગર પોલીસે આહિર ચોક પાસે જય ચામુંડા હોટલ એન્ડ પાન નામની દુકાન ધરાવતા સુરશ વાલાભાઇ ભરવાડ, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક ભરત દેવજીભાઇ રાવ, ત્રંબા ગામ બસ સ્ટેન્ડ પાસે કનૈયા ટી સ્ટોલ ધરાવતા મુકેશ સીંધાભાઇ ગમારા, વેલનાથપરામાં રાધેક્રિષ્ના પાન નામની દુકાન ધરાવતા સંજય કાળુભાઇ ડાંગર, મહેશ ધનજીભાઇ ડેડાણીયા, વનરાજ અમરશીભાઇ મકવાણા, રામ મિલન કનઇભાઇ ઠાકુર, અનિલ ધીરૂભાઇ વાઘેલા, રવુ સોમલાભાઇ ખાચર તથા માલવીયાનગર પોલીસે દોઢસો ફૂટ રોડ ફોર્ચ્યુન હોટલ સામે તીરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ શેરી નં. ૩માંથી ઇરફાન એગ્સ નામની ઇંડાની લારી ચલાવતા ઇરફાન અસગરઅલી માલી, ઇલેવન એગ્સ નામની રેકડી ધરાવતા શબ્બીરહુશેન મહેબુબભાઇ બેલીમ, પુનિતનગર પાસે ધર્મેશ એંગ્સ નામની રેકડી ચલાવતા ધર્મેશ કાનજીભાઇ મકવાણા, કન્ટેઇનમેન્ટ ઝોન હરિહર સોસાયટીમાંથી હસમુખ વસંતભાઇ ધાંધા, તથા પ્રનગર પોલીસે રેફયુજી કોલોની કવાર્ટર પાસેથી મહેશ કિશનભાઇ ભાંભાણી, સદર પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક નિલેશ કાળુભાઇ પરમાર, રીક્ષા ચાલક અજય ભીખુભાઇ પરમાર, તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક નયન કાંતિભાઇ મકવાણા, બજરંગવાડી સર્કલ પાસેથી નજીર અબ્દુલભાઇ સુમરા, તથા તાલુકા પોલીસે જીવરાજ પાર્કમાંથી જયોત્સનાબેન કિશોરભાઇ સોરઠીયા, વાવડી ઇન્ડસ્ટ્રીઝ પટેલ ચોક પાસેથી ભરત બટુકભાઇ રાતડીયા, પુનિતનગર શેરી નં.પ/૧૦માંથી હોમ કોરોન્ટાઇન સંજય નાથાભાઇ દવે, દોઢસો ફૂટ રોડ પાટીદાર ચોકમાંથી બાઇક ચાલક ગોપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી રીક્ષા ચાલક પ્રફુલ જગદીશભાઇ નિમાવત, તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસે રાજુ વડાપાઉં નામની રેકડી ધરાવતા ઇન્દુ પુનાભાઇ સીરોડીયા, યુનિવર્સિટી રોડ જલારામ-૪ પાસે મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા સાવન પ્રધ્યુમનભાઇ કટારીયા, બાપાસીતારામ ચોક પાસે રાકેશ સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા મિલન રાજદેવભાઇ ડેર, મહાદેવ રેસ્ટોરન્ટ નામની હોટલ ધરાવતા જય મનસુખભાઇ આલોદરીયા, ઘનશ્યામ ભરતભાઇ ડોડીયાની ધરપકડ કરી હતી.

(3:37 pm IST)
  • દિપીકા પાદુકોણને પુછપરછ પહેલા બેચૈની થવા લાગીઃ પતિ રણવીરસીંહે નાર્કોટીક બ્યુરોને અપીલ કરી કે મને દિપીકાની સાથે રહેવા દયો access_time 11:32 am IST

  • સેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST