Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

હરદ્વારના પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સના વેપારી સામે ચેક રિટર્નની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. રપઃ ઓશન પોલી સ્ટ્રેપ પ્રોપરાઇટરી પેઢીના પ્રોપરાઇટરના કુલમુખત્યાર બાબુભાઇ સાજણભાઇ ડાંગરએ રૂરકી (હરદ્વાર) સ્થીત બીએનડી ઇન્ડસ્ટ્રીઝ પેઢી તથા તેનાં માલીક મનોજ શર્મા, ઠે. ૧પ૮, ચંદરપુરી, ચ્વામંડી, રૂરકી (હરદ્વાર) ના સામે રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર સબબ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી પેકિંગ મટીરીયલ-સ્ટ્રીપ્સ વિગેરે વેચવાનો ધંધો કરે છે. જેની એડમીનસ્ટ્રેટીવ અને માર્કેટીંગ ઓફિસ રાજકોટ મુકામે આવેલ છે. જયારે સામાવાળા રૂરકી (હરદ્વાર) માં બીએનડી ઇન્ડસ્ટ્રીઝ પેઢી નામની પેઢી ધરાવી પ્લાસ્ટીક પેકિંગ મટીરીયલ સ્ટ્રીપ વિગેરે વેચવાનો ધંધો કરે છે. આરોપીએ તેની પેઢીનું ફરીયાદીને ત્યાં ખાતું પડાવી ઉધાર માલની ખરીદી કરેલ છે. જેના ખાતાની રૂ. ૧,૩૩,ર૬૦/- બાકી લેણા નિકળે છે. જે કબુલ રાખી આરોપીએ પાર્ટ પેમેન્ટ કરવા, બંધન બેંક, રૂરકી શાખાના રૂ. ૧,૦૦,૦૦૦/-નો ચેક ફરીયાદી જોગ ઇશ્યુ કરી આપેલ હતો.

ઉપરોકત ઉલ્લેખેલ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતાં ઉપરોકત ચેક 'પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોવર'ના કારણોસર ડિસઓનર થયેલ છે. જે બાબતે ફરીયાદીને તેની બેંક તરફથી જાણ થતાં એડવોકેટ મારફત તહોમતદારોને નોટીસ પાઠવી, ચેક ડિસઓનરની જાણ કરી, ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ જે નોટીસ તહોમતદારને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં ડિસઓનર થયેલ ચેકનું પેમેન્ટ ચુકવેલ ન હોય, રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરવામાં આવેલ છે. ફરીયાદની વિગતો અને રેકર્ડ ઉપરના દસ્તાવેજ ધ્યાને લઇ, કોર્ટએ આરોપી સામે ને.ઇ.એકટ કલમ-૧૩૮ અન્વયે ચેકથી ડબલ રકમ સુધીનો દંડ તથા બે વર્ષની સજાને પાત્ર ગુના બાબતે ફરીયાદ નોંધવા અને આરોપીને હાજર થવા સમન્સ ઇશ્યુ કરવા આદેશ આપેલ છે.

આ કામમાં રાજકોટમાં વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી, રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:38 pm IST)