Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. રપઃ રાજકોટ શહેરના 'એ' ડીવીઝન પો. સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૩૭૬(ર), (એન) મુજબની ફરીયાદી એ આરોપી દિપકભાઇ સાંગાભાઇ આલ સામે ફરીયાદ નોંધાવેલી, જે ફરીયાદની અનુસંધાને તપાસનીસ અધિકારએ આરોપીની ધરપકડ કરી, કોર્ટમાં રજુ કરતા, જેલ હવાલે રહેલ આરોપીએ પોતાને જામીન ઉપર મુકત થવા માટે ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા, બચાવ પક્ષના વકીલ શ્રી મનીષાબેન એમ. પોપટની રજુઆતોને ધ્યાને લઇને એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી કે. ડી. દવે એ આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, મનીષાબેન એમ. પોપટ, સી. એચ. પાટડીયા, ગીતાબા ઝાલા, જી. એમ. વોરા, પ્રકાશ એ. કેશુર, વિજયભાઇ સોંદરવા, જયેશભાઇ જે. યાદવ, અહેશાન એ. કલાડીયા, એન. સી. ઠકકર વગેરે રોકાયેલા હતા અને આ કામમાં આ. કલાર્ક લલીતભાઇ ચુનીલાલ બારોટએ સહકાર આપેલ છે.

(3:40 pm IST)