Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજકોટમાં પ્લાઝમા ડોનેટ માટે કોરોના મુકત થયેલા લોકોનો ધસારોઃ આંકડો ૩૪૦એ પહોંચ્યોઃ સાંજે NGO સાથે મીટીંગ

સીવીલ અને ખાનગી બ્લડ બેંકોમાં પ્લાઝમા ડોનેટ માટે લોકો-સરકારી કર્મચારીઓએ નામો નોંધાવ્યા

રાજકોટ તા. રપઃ કલેકટર તંત્રની પ્લાઝમા ડોનેટ માટે હૃદયસ્પર્શી અપીલ બાદ કોરોના મુકત થયેલ લોકો-દર્દીઓ અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ધડાધડ આગળ આવી રહ્યાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું.તેમણે જણાવેલ કે લોકો વધુને વધુ આગળ આવ્યા, સરકારી કર્મચારી-અધીકારીઓ-ડોકટરો આગળ આવ્યા નામો નોંધાવ્યા તે સારી બાબત છે, સીવીલની બ્લડ બેંક અને ખાનગી બે બ્લડ બેંક થઇને પ્લાઝમા ડોનેટનો આંકડો ૩૪૦ ઉપર પહોંચી ગયો છે.

કોરોના જાગૃતિ અંગે શ્રી પંડયાએ જણાવેલ કે, આજે ર૦ જેટલી NGO ને બોલાવ્યા છે, તે લોકો મારફત કોરોના જાગૃતિ અંગે પેમ્પલેટ-પત્રીકાઓનું વિતરણ કરી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા અંગેની કાર્યવાહી કરાશે, સાંજે ૬ વાગ્યે કલેકટરશ્રી રાણાવસીયાએ આ બાબતે ર૦ NGO સાથે ખાસ મીટીંગ યોજી છે.

(3:41 pm IST)
  • જંકશન-૧પ માં સતત ૩ દિ' થયા પાણીનાં ધાંધીયા : વોર્ડ નં. ૩ નાં જંકશન પ્લોટ શેરી નં. ૧પ માં સતત ત્રણ દિ' થયા પાણી અત્યંત ઓછુ આવતાં લતાવાસીઓમાં જબરો દેકારોઃ વાલ્વ બદલાવ્યો છતાં પાણી નહી આવતાં ઉગ્ર રજૂઆતો access_time 3:36 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠારઃ ઓપરેશન શરૂ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતે આંતકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. access_time 11:29 am IST