Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સીએજીના રીપોર્ટમાં પોલ ખુલી

રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીએ મ્યુ. કોર્પો.ની તરફેણમાં રૂ.૯.૮૮ લાખની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ આજે ગૃહમાં રજુ થયેલ ભારતના આર્થિક અને મહેસુલ ક્ષેત્રના રજુ થયેલ કેગના અહેવાલમાં સ્ટેમ્પ ડયુટી અધિનિયમની કલમ -૯ મુજબ કોઇપણ દસ્તાવેજો અથવા દસ્તાવેજોના કોઇપણ વિશેષ વર્ગ  અથવા આવા વર્ગમાં આપતા કોઇપણ દસ્તાવેજો પર વ્યકિતઓના કોઇપણ વિશેષ વર્ગ દ્વારા અથવા તેમની તરફેણમાં અથવા આવા વર્ગના કોઇપણ સભ્ય દ્વારા  અથવા તેની તરફેણમાં કરવામાં આવેલા દસ્તાવેજો પરની વસુલાવા પાત્ર ડયુટીમાં ઘટાડો અથવા માફ કરવાની રાજય સરકારને સત્તા આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૭ માટે સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ (શહેર) ખાતે નોંધાયેલા દસ્તાવેજોની પ્રતીક ચકાસણી દરમિયાન  ઓડીટના ધ્યાન પર આવ્યુ હતુ કે જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન રાજકોટ મહાનગર પાલીકાની તરફેણમાં મિલકતની અદલા બદલી કરવામાં આવેલા અને નોંધણી કરવામાં આવેલા દસ્તાવેજોમાં સરકારની અધિકૃતતા અથવા હુકમ વિના સબ-રજીસ્ટ્રારની કચેરી દ્વારા રૂ.૯.૮૮ લાખની સ્ટેમ્પ ડયુટીની  ચુકવણીમાંથી માફી આપવામાં આવી હતી.

(4:07 pm IST)