Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કોરોનાથી ડરો નહિ, મક્કમ મનોબળથી લડવાની જરૃર છેઃ જીવણભાઇ પટેલ

આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખનો પ્રેરક સંદેશો

રાજકોટ : સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોરોનારૃપી મહામારીના સમયમાં આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશનના પ્રમુખશ્રી જીવણભાઈ પટેલ પ્રેરક સંદેશ આપતા કહે છે કે, વિપત્તિ, આપત્તિ અને સંપત્તિ આવે પણ છે અને સમય આવ્યે તે જતી પણ રહે છે. કોરોનાથી ડરવાની નહીં પણ મક્કમ મનોબળથી લડવાની જરૃર છે.

કેટલીકવાર આપણે માસ્ક ન પહેરીને પોતાની અને અન્યોની સલામતીનું ધ્યાન નથી રાખતા અને પોતે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવીએ છે. જેના કારણે આપણા ઘરમાં રહેતા નાના બાળકો, વૃદ્ઘો અને આપણી આસપાસના અન્ય લોકોને જોખમમાં મૂકી દઈએ છીએ. આપણે અચૂકપણે સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરીને માસ્ક પહેરવું જોઈએ તથા સામાજિક અંતર પણ જાળવવું જોઈએ.

હાલ આજી જી.આઈ.ડી.સી. માં ૫૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. અમે પ્રત્યેક ઇન્ડસ્ટ્રી દીઠ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવાય તે માટેના કેમ્પ કર્યા છે. અને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરના મહત્વને પ્રદર્શિત કરતા બેનર પણ લગાડીને આ વિસ્તારના લોકોને કોરોના મહામારી સાથે જાગૃત કરવાનું કાર્ય કર્યું છે.

 

(12:41 pm IST)