Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કાલાવડ રોડ પર સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટખાનામાં દરોડો : રવિન ચલ્લા પકડાયો

રાજકોટ : કાલાવડ રોડ પર મનમૌજી ગોલાવાળી શેરીમાં પટેલ વિહાર ઉપર ત્રણ માળના બિલ્ડીંગમાં બીજા માળે આવેલા અરીયા વેલનેસ એન્ડ હેલ્થકેર નામના સ્પામાં લોહીનો વેપલો ચાલી રહ્યાની બાતમી મળતાં પીઆઇ બી.કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. અંસારી, એ.એસ.આઇ. રાજેશભાઇ ભટ્ટ, બાદલભાઇ, બકુલભાઇ, સોનાબેન, મ. અઝહરૂદ્દીન, ભૂમિકાબેન સહિતે દરોડો પાડી સંચાલક રવીન અશોકભાઇ ચલ્લા (ઉ.વ.ર૭) રહે.ર નવલનગર-૪) ને બહારની યુવતિઓ પાસે દેહવ્યાપાર કરાવતો પકડી લઇ ફોન રોકડ ડી.વી.આર. મળી ૩૧પ૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીએસઆઇ અંસારી વધુ તપાસ કરે છે.

(3:08 pm IST)