Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

તુલસી વિવાહને કોરોનાનું ગ્રહણ : સાદગીપૂર્વક -ઓનલાઇન ઉજવણી

સંક્રમણ વધતા સામૂહિક કાર્યક્રમો રદ : ઘરે બેઠા જ તુલસીજી અને ઠાકોરજીનું પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો : રાત્રીના દેવદિવાળી નિમિતે ફટાકડા ફૂટશે

રાજકોટ તા. રપ : આજે કારતક સુદ અગિયારસ એટલે કે દેવદિવાળી આજે તુલસીજી અને ઠાકોરજીના વિવાહનું મહત્વ છે જો કે, કોરોના મહામારીના કારણે આ વખતે સામુહિક તુલસી વિવાહ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અને ઘરે બેઠા જ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજો.

કારતક સુદ અગિયારસને તા.રપને બુધવારે દેવદિવાળી મનાવાશે કોરોના મહામારીનું વિધ્ન જાણે  ભગવાનને પણ નડી રહ્યું હોય એમ દર વર્ષે ધામધુમથી અને વાજતેગાજતે કરાતા ભગવાનના લગ્ન એટલે કે તુલસીવિવાહ પણ આ વર્ષે એકદમ સાદગીથી કરવામાં આવશે. 

રાજકોટમાં જયાં  તુલસીવિવાહના મોટા આયોજનો થાય છે. એવા ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, ગીતામંદિર, પંચનાથ મંદિર, ધારેશ્વર મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ આ વર્ષે માત્ર શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિમાં સાદ્દગીથી જ તુલસીવિવાહ યોજી પરંપરા જાળવવાનં આયોજન કરાયું છે.

આ વખતે કોરોનાના કારણે જુદી-જુદી જગ્યાએ ઓનલાઇન તુલસી વિવાહના કાર્યક્રમો યોજાશે.

આજે દેવદિવાળી પણ છે જેથી રાત્રીના ફટાકડાની આતશબાજી પણ જામશે.

(11:33 am IST)