Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગુજસીકોટ કાયદા હેઠળ ગુજરાતના પાંચ મેટ્રો શહેરો માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક : રાજકોટમાં તુષાર ગોકાણીની વરણી

અમદાવાદમાં બ્રિજેશ લીંબાસીયા, વડોદરામાં રઘુવીર પંડ્યા, સુરતમાં નયન સુખડવાલા, કચ્છ - ભુજમાં કલ્પેશ ગોસ્વામીની નિમણુંક

રાજકોટ, તા. ૨૫ : ગુજસીકોટ કાયદા હેઠળ ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયના પાંચ મોટા મેટ્રો શહેરોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક કરી છે. જેમાં રાજકોટમાં યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની રાજકોટ જિલ્લા માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુરેટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદમાં બ્રિજેશ લીંબાસીયા, વડોદરામાં રઘુવીર પંડ્યા, સુરતમાં નયન સુખડવાલા, કચ્છ ભુજમાં કલ્પેશ ગોસ્વામીની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાત રાજયના લીગલ ડિપાર્ટમેન્ટના સચિવ શ્રી એન. એ. બારૈયાની નોટીફીકેશન મુજબ ઉપરોકત પાંચેય પબ્લીક પ્રોસીકયુટરોની ૨૪ નવેમ્બર ૨૦૨૦થી નિમણુંક કરાઈ છે.

ગુજસીકોટના કાયદા હેઠળ ટેરીઝમ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળ સ્પેશ્યલ એકટ બનાવીને આ કાયદાની રચના કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જામનગર અને ગોંડલમાં ગુજસીકોટના ગુનાઓ નોંધાયા છે. આ કાયદામાં રાજકોટ શહેર - જીલ્લાના કેસોમાં હવે પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી તુષાર ગોકાણી હાજર રહેશે. તેઓને મો.૯૮૨૪૨ ૯૫૫૫૭ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:06 pm IST)