Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ભાજપે ચૂંટણીના ઢોલ વગાડયા : મૂરતિયા પસંદગી મેળામાં જૂના જોગીઓ સહિત ૭૮૦થી વધુ લડવા તૈયાર

વોર્ડ નં. ૧ થી ૧૮માં વોર્ડ દીઠ સરેરાશ ૪૦થી વધુ ભાજપ કાર્યકરોની દાવેદારી : ૪ ઝોનમાં જુદા-જુદા સ્થળે પ્રવેશ નિરીક્ષકો દ્વારા સેન્શ પ્રક્રિયા જનકભાઇ કોટક, વલ્લભ દુધાત્રા, લીલાબા જાડેજા, રમેશ ધવા, નરેન્દ્ર ડવ, અતુલ પંડિત, ધર્મેન્દ્ર મીરાણી, અનિલ મકવાણા સહિતના જુના જોગીઓ મેદાનમાં ઉતર્યા : નિલેષ જલુ, જતીન બોરીચા, જીત કાટોડિયા, દુર્ગાબેન રાજ્યગુરૂ, દશરથ વાળા, જગદીશ કાકડિયા, જીજ્ઞેશ જોષી, ચાંદનીબેન, કિર્તી બારાણા સહિતના નવા ઉમેદવારોની દાવેદારી :ભાજપ કાર્યાલય ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતીબેન પંડયા : પટેલ વાડી ખાતે નરહરીભાઈ અમીન, માધાભાઈ બોરીચા, નીમુબેન બાંભણીયા, :હરીહર હોલ ખાતે મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી, આદ્યશકિતબેન મજમુદાર : રાણીંગા વાડી ખાતે બાબુભાઈ બોખીરીયા, ભરતસિંહ ગોહીલ, બીજલબેન પટેલ

ભાજપની સેન્શ પ્રક્રિયામાં સોશ્યલ ડિસ્ટન્શના છોતરા : દાવેદારોના ટોળા : રાજકોટ : મહાનગર પાલિકાની ચૂંટણી માટે શહેર ભાજપના ઉપક્રમે આજે શહેરમાં ૪ સ્થળોએ પ્રદેશ નિરીક્ષકોએ ઉમેદવાર પસંદગીની સેન્શ પ્રક્રિયા હાથ ધરી હતી તે વખતની તસ્વીરમાં ભાજપ કાર્યાલય નજરે પડે છે તેમજ અન્ય સ્થળોએ પ્રદેશ નિરીક્ષકો નરહરી અમીન, પુષ્પદાનભાઇ ગઢવી, આદ્યશકિતબેન મજમુદાર, બાબુભાઇ બોખીરીયા, માધાભાઇ બોરીચા, ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ વગેરે દર્શાય છે તેમજ આ તકે ઉપસ્થિત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, અનિલ પારેખ વગેરે દર્શાય છે તેમજ વિવિધ વોર્ડના પૂર્વ કોર્પોરેટરો તથા નવા કોર્પોરેટરો બનવા થનગનતા દાવેદાર - કાર્યકરો ટોળા સ્વરૂપે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી રહેલા હોઇ સોશ્યલ ડિસ્ટન્શના છોતરા ઉઠયા હતા તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૫:  આગામી ફેબ્રુઆ૨ીમાં યોજાના૨ મ.ન.પાની ચૂંટણીનાં ઉમેદવારો માટે ભાજપ દ્વારા આજે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં અલગ અલગ ૪ જગ્યાઓએ પ્રદેશનાં ૩ નિરક્ષિકો એ દાવેદારો, કાર્યકરોને સાંભળ્યા હતા. ૧૮ વોર્ડમાં અંદાજીત ૭૮૦થી વધુ ઉમેદવારી માટે સેન્સમાં જોડાયા હતા.

આ અંતર્ગત વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નં. ૧, ૨, ૩, ૭ માટે નિરીક્ષકો પુષ્પદાનભાઇ ગઢવી, ગીરીશભાઇ શાહ, જાગૃતિબેન પંડયા ઉમેદવારોને સાંભળશે તેમજ પટેલ વાડી ખાતે વોર્ડ નં. ૪, ૫, ૬ અને ૧૫ના કાર્યકર્તાઓને નરહરીભાઇ અમીન, માધાભાઇ બોરીચા, નીમુબેન બાંભણીયા સાંભળશે તેમજ હરીહર હોલ ખાતે વોર્ડ નં. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ના કાર્યકર્તાઓને મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઇ ત્રિવેદી, આદ્યશકિતબેન મજમુદાર સાંભળશે. રાણીંગા વાડી ખાતે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ના કાર્યકર્તાઓને બાબુભાઇ બોખીરીયા, ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ સાંભળશે તથા સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન વ્યકિતગત મુલાકાત દ્વારા મોડી સાંજ સુધી કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે.

આ સેન્શ પ્રક્રિયાને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, પુષ્કર પટેલ, નિતીન ભૂતે વ્યવસ્થા સંભાળી હતી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, રાજન ઠક્કર, ચેતન રાવલ, સમીર પરમાર, નરહરીભાઇ, વિજય મેર, રાજ ધામેલીયાએ જહેમત ઉઠાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની નામાવલી આ મુજબ છે.

વોર્ડ નં. ૧

બાબુભાઇ આહિર, દુર્ગાબા જાડેજા, અંજના મોરઝરીયા, રસીક બદ્રકીયા, કાનાભાઇ સતવારા, ભાવેશ પરમાર, જયદિપસિંહ જાડેજા

વોર્ડ નં. ૨

જયમીન ઠાકર, મનીષ રાડિયા, માધવ દવે, ધર્મેન્દ્ર મીરાણી, અતુલ પંડિત, દશરથ વાળા, પલ્લવીબેન ચૌધરી, દિપાબેન કાચા, ડો. દર્શીતાબેન શાહ, દુર્ગાબેન રાજ્યગુરૂ, દિવ્યાબેન રાવલ, યુવરાજસિંહ સરવૈયા

વોર્ડ નં. ૩

જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ચેતનાબેન સિંધી હેમુભાઇ ભરવાડ, જયશ્રીબેન પરમાર વગેરે

વોર્ડ નં. ૪

પરેશ પીપળીયા, ચંદુભાઇ ભંડેરી, ભરત લીંબાસીયા, કંકુબેન ઉધરેજીયા, દેવદાનભાઇ કુગશિયાના પત્ની વગેરે

વોર્ડ નં. ૫

અશ્વિનભાઇ મોલિયા, દિલીપભાઇ લુણાગરીયા, નિલેષ ખૂંટ, પ્રીતીબેન પનારા, કલ્પનાબેન કયાડા, રસીલાબેન સાકરીયા, અનિલ મકવાણા વગેરે

વોર્ડ નં. ૬

સંજયભાઇ ચાવડા, ગેલાભાઇ રબારી, દલસુખ જાગાણી, અનિલ મકવાણા, ઘનશ્યામભાઇ, દિનેશ રાઠોડ, પિન્ટુભાઇ, સંજય હીરાણી વગેરે

વોર્ડ નં. ૭

દેવાંગ માંકડ, કશ્યપભાઇ શુકલ, અનિલ લીંબડ, મીનાબેન પારેખ, હીરલબેન મેતા, જયેન્દ્ર મેતા, ભગવાનજીભાઇ ચાવડા ગૌતમભાઇ ચૌહાણના પત્ની, દિનેશ સોલંકીના પત્ની સહિતના ૫૦થી વધુ દાવેદારો બક્ષીપંચના ઉમેદવારોને ટીકીટ માટે માંગણી વધુ છે.

વોર્ડ નં. ૮

જાગૃતીબેન, પુષ્કરભાઇ પટેલ, વિજયાબેન, કિરણબેન માકડિયા, કુમાર શાહ, પ્રતાપભાઇ વોરા, અશ્વિન પાંભર, કાંતિભાઇ ભૂત વગેરે

વોર્ડ નં. ૯

કમલેશ મીરાણી, જાવીયાભાઇ, પ્રવિણ મારૂ, જે.ડી. જાદવ, પ્રવિણ ઓંધિયા, મનીષ પટેલ, જીતુભાઇ કાટોડિયા

વોર્ડ નં. ૧૦

અશ્વિન ભોરણિયા, બિનાબેન આચાર્ય, જ્યોત્સનાબેન ટિલાળા, પરેશ હુંબલ, હરેશભાઇ, નિરૂભા વાઘેલા સહિત દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નં. ૧૧

રાજુભાઇ બોરીચા, ભારતીબેન પાડલીયા, લતાબેન ઘેટીયા, અનિલાબેન પાઘડાર, મયુરીબેન ભાલાળા, દિપ્તીબેન ગાજીપરા, રણજીત સાગઠીયા, ગીરીશ પરમાર, રાજુ અઘેરા, જયદિપ વસોયા, (ભીખાભાઇ વસોયા પરિવાર) વગેરે

વોર્ડ નં. ૧૨

પ્રદિપ ડવ, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ), યોગરાજસિંહ, જયદિપ વસોયા

વોર્ડ નં. ૧૩

સુરેન્દ્રસિંહ વાળા, જયાબેન ડાંગર, નિતીન રામાણી, જયશ્રીબેન પંચાસરા, જીતુભાઇ સેલારાના પત્ની, પ્રફુલા કાથરોટીયા, સંજયસિંહ વાઘેલા, નયનાબેન વગેરે

વોર્ડ નં. ૧૪

નિલેષ જલુ, જતીન બોરીચા, જીતુ કોઠારી, કિરણબેન સોરઠીયા, રાજુભાઇ પરમાર, રક્ષાબેન બોળીયા વગેરે

વોર્ડ નં. ૧૫

અરજણભાઇ હુંબલ, મહેશ અઘેરા, શામજીભાઇ ચાવડા, વિજયભાઇ, પાંચાભાઇ, વિપુલ ડાભી, રમેશભાઇ પરમાર, બાબરીયા પરિવારમાંથી કોઇપણ એક વગેરે

વોર્ડ નં. ૧૬

સિધ્ધપુરાબેન, સુરેશ વસોયા, પ્રવિણભાઇ કયાડા, ચાંદનીબેન નરેન્દ્રભાઇ ડવ, જીતુભાઇ સીસોદીયા, ભરત કુબાવત વગેરે

વોર્ડ નં. ૧૭

બટુક દુધાગરા, રવજીભાઇ મકવાણા, હસુ સોરઠીયા, વિનુ ધવા, રમેશ ધવા, જીજ્ઞેશ જોષી, કીર્તીબા રાણા વગેરે

વોર્ડ નં. ૧૮

શૈલેષ પરસાણા, રાજુભાઇ માલધારી, વિણાબેન મિસ્ત્રી, પ્રકાશબા જાડેજા વગેરે

વોર્ડ નં. ૨માં વ્યકિગત રજૂઆત થતાં ગણગણાટ

રાજકોટ : પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ટીકીટ માટે વ્યકિતગત રજૂઆતની પ્રણાલી ન હોવા છતાં વોર્ડ નં. ૨માં કેટલાક કાર્યકરોએ વ્યકિતગત નામની ભલામણ કરીને નિરીક્ષકોને રજૂઆત કર્યાનો ગણગણાટ ભાજપ કાર્યાલયમાંથી થયો હતો.

કેટલાક ધુરંધરો ચૂંટણી નહી લડી શકે તેવા એંધાણ

રાજકોટ : આ વખતની ચૂંટણીમાં કેટલાક ધુરંધરો ચંૂટણી નહી લડી શકે જેમાં પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ, ડો. જયમીન ઉપાધ્યાય, ઉદય કાનગડ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સહિત સિનીયર નેતાઓએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

એક વ્યકિત અને એક હોદ્દા રૂપે તેઓએ ઇન્કાર કર્યો છે. શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ટિકિટ કપાય શકે છે. નવી વોર્ડ રચનાને કારણે કેટલાક કોર્પોરેટરોના વોર્ડમાં ફેરફાર થઇ શકે છે. કેટલાક જૂના જોગીઓની ટીકીટ કપાય તેવા એંધાણ છે. (૨૧.૩૭)

કયાં વોર્ડમાં

કેટલા દાવેદાર

વોર્ડ   દાવેદાર

૧       ૪૪

૨       ૪૯

૩       ૪૧

૪       ૪૭

૫       ૩૭

૬       ૪૩

૭       ૫૩

૮       ૬૨

૯       ૪૧

૧૦      ૪૩

૧૧      ૩૫

૧૨      ૩૭

૧૩      ૪૭

૧૪      ૫૮

૧૫      ૩૬

૧૬      ૩૮

૧૭      ૩૬

૧૮      ૪૦

(4:16 pm IST)