Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દશેરાના પાવન પર્વે રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા વિધિ કરાઈ

રાજવી માંધાતાસિંહજી તેમજ તેમના સુપુત્ર અને અને યુવરાજ શ્રી જયદીપસિંહ જાડેજાએ શસ્ત્ર પૂજન કર્યું : શસ્ત્ર વિધીની સાથે અશ્વ તિલક વિધિ તેમજ વિન્ટેજ કારને પણ તિલક કરીને પૂજા વિધિ કરી

રાજકોટ : આજે દશેરાના શુભ મુહૂર્તમાં રાજકોટમાં રાજવી પેલેસમાં શસ્ત્રવિધિ સંપન્ન થઈ હતી

આજે દશેરાના પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં શસ્ત્ર પૂજા વિધિ કરવામાં આવી રહી છે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આજે ભારતીય જવાનો સાથે દિવસ પસાર કર્યો હતો અને શસ્ત્ર વિધિમાં ભાગ લીધો હતો. બીજી બાજુ ભારતના રાજવી પરિવારોએ પણ પોતાની પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા વિધિ કરી હતી. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે રાજકોટના રાજવી માંધાતાસિંહજી તેમજ તેમના સુપુત્ર અને અને યુવરાજ શ્રી જયદીપસિંહ જાડેજાએ પણ આજે શાસ્ત્રોકત રીતે સત્ર ની પૂજા વિધિ માં ભાગ લીધો હતો પરિવાર દ્વારા આમ તો દર વર્ષે મા આશાપુરા મંદિર ખાતે શસ્ત્ર વિધિ પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવતો હોય છે. પરંતુ કોરોનાની મહામારી ને કારણે આ વખતે આ વિધિ પેલેસ પૂરતી સીમિત રાખવામાં આવી હતી. શ્રી માંધાતાસિંહજી તેમજ જયદીપસિંહ જાડેજા શસ્ત્ર વિધી ની સાથે સાથે અશ્વ તિલક વિધિ તેમજ વિન્ટેજ કાર ને પણ તિલક કરીને પૂજા વિધિ કરી હતી

(7:13 pm IST)