Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજકોટના કારીગરોએ બનાવ્યું અત્યાધુનિક મશીનઃ રોજના ૨૦ થી ૨૫ હજાર માસ્કનું ઉત્પાદન

ડી.કે. એન્જીનિયરીંગ (ઓટોફાઈવ સીએનસી) દ્વારા થ્રીલેરના માસ્ક બનાવવાનું આધુનિક મશીન બનાવ્યું: સીએનસી મશીન અને તેના પાર્ટસ બનાવવાનું તો લાંબા સમયથી ઉત્પાદન થાય છે, હવે માસ્ક બનાવવાના મશીનનું દેશમાં અને એકસપોર્ટ પણ કરવામાં આવશેઃ દુષ્યંત કુબાવત- જીગેશ પટેલ

રાજકોટઃ કોરોનાકાળમાં માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત બન્યું છે. ત્યારે હવે આગામી સમયમાં પણ માસ્ક જીવનનો એકભાગ બની જશે. દરમિયાન થ્રીલેર માસ્કનું ઉત્પાદન રાજકોટમાં થઈ રહ્યું છે. રાજકોટના જ કારીગરો દ્વારા આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના સર્જક છે દુષ્યંતભાઈ કુબાવત.

અહિં ગોંડલ રોડ ઉપર જુના જકાત નાકા પાસે, મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ એરીયા, પટેલ એસ્ટેટ શેડ નં.૫, રાજકોટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ એવા ડી.કે. એન્જીનિયરીંગ (ઓટોફાઈવ સીએનસી)ના શ્રી દુષ્યંતભાઈ કુબાવતે જણાવ્યું હતું કે લોકડાઉન બાદ મશીન બની ગયું હતું. પરંતુ સરકારશ્રીની મંજુરી મળી ન હતી. તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ માસ્ક બનાવવાનું ચાલુ કરી દીધુ છે.

ફુલ્લી ઓટોમેટીક મશીનમાં થ્રીલેરના માસ્કનું ઉત્પાદન કરી રહ્યા છીએ. આ મશીન અત્યાધુનિક છે. માસ્ક તૈયાર થઈને બહાર નિકળે છે. હાલમાં એક મિનિટમાં ૮૦ થી ૯૦ માસ્ક નિકળી જાય તેવું મશીન બનાવ્યું છે. દરરોજ ૨૦ થી ૨૫ હજાર જેટલા થ્રીલેરના માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મશીન માટે ડીઝાઈન જીગેશ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ મશીન ફુલ્લી મેઈડ ઈન ઈન્ડિયા છે અને રાજકોટના કારીગરો દ્વારા જ બનાવવામાં આવ્યું છે. ISO 900 / 2015 સીઈ સર્ટીફાઈડ છે. હાલમાં માસ્કનું ધમધોકાર પ્રોડકશન ચાલુ છે.

માસ્કની સાથોસાથ માસ્ક બનાવવાના મશીનનું પણ દેશ- વિદેશમાં વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે ડી.કે. એન્જીનિયરીંગ કે જે 'ઓટોફાઈવ સીએનસી'ના નામે વર્ષોથી કાર્યરત છે અને સીએનસી મશીન અને તેના પાર્ટસનું પણ ઉત્પાદન કરવામાં આવે છે.

આ અંગે વધુ માહિતી માટે શ્રી દુષ્યંતભાઈ કુબાવતનો મો.૯૯૨૪૪ ૬૨૫૫૨ અને જીગેશ પટેલ મો. ૯૪૨૯૯ ૦૯૨૧૯ ઉપર સંપર્ક કરી શકાય છે.(૩૦.૩)

સ્થળઃ ડી.કે.એન્જીનિયરીંગ (ઓટોફાઈવ સીએનસી),ગોંડલ રોડ, જુના જકાતનાકા પાસે, મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ એરીયા, પટેલ એસ્ટેટ શેડ નં.૫, રાજકોટ દુષ્યંત કુબાવત મો.૯૯૨૪૪ ૬૨૫૫૨, જીગેશ પટેલ મો.૯૪૨૯૯ ૦૯૨૧૯

(11:51 am IST)