Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રાઈવેટ લીમીટેડનો એન્જલ નં ૨૨માં વર્ષમાં પ્રવેશઃ ટીમ ઉપર અભિનંદન વર્ષા

ગ્રાહકોનો વિશ્રાસ સંપાદન અને સંતોષ એ જ રીઝલ્ટ એડ. ની સફળતા : પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરાની નિશ્રામાં પરીણામ દર્શક, એડવર્ટાઈઝીંગનાં નિષ્ણાંત : જીતુ કોઠારી અને વહીવટમાં કુશળ એવા મેહુલ દામાણીની અનન્ય સિઘ્ધી

રાજકોટ : રિવાઈન્ડ અને ફોરવર્ડ એ કોઈપણ વ્યકિત - વ્યવસાયનાં વિકાસ અર્થે અતિ મૂલ્યવાન પદાર્થપાઠ છે. રિવાઈન્ડનો મતલબ પાછળ જવાનું નથી પરંતુ ભુતકાળમાં થયેલી ભુલો, રહી ગયેલી ત્રુટીઓને સમજી-સુધારી ઉજ્જવળ ભવિષ્ય તરફ હંકારી જવાનું ફોરવર્ડ બટન છે.

નજર ફોરવર્ડ તરફ રાખીને સમયાંતરે રિવાઈન્ડ કરી ઓલ 'ઓ.કે.' ચેક કરી લેવું એ સ્વાસ્થયપ્રદ નીશાની છે. અમો પણ અમારા કલાઈન્ટ્સ-વેન્ડર્સ સાથેનાં સંબંધો-વ્યવહારો સમયાંતરે રિવાઈન્ડ કરી ચકાસીએ છીએ.

આવડતોનાં મૂલ્યોને ફરીથી ચકાસી નવી ટેકનોલોજીનાં સથવારે ફોરવર્ડ થતા રહીએ છીએ. ૨૧ વર્ષ પૂર્ણ કરી 'એન્જલ' નંબર ૨૨ માં પ્રવેશ થયો છે. માસ્ટર બિલ્ડર તરીકે ઓળખાતો આ નંબર અમને કદાચ ફાસ્ટ ફોરવર્ડ તરફી ગતી કરાવે તેવી પૂર્ણ સંભાવના છે પણ સાથે એ પણ કાયમ છે કે અમે અમારા મૂલ્યો અને આપના સહકારનાં ઋણનું મૂલ્ય (રિવાઈન્ડ) બટન સતત હાથવગ્ગુ રાખીશું. એક બીજો રિવાઈન્ડ યોગ એ પણ સર્જાયો છે આજથી એકવીસ વર્ષ પહેલા જયારે અમોએ શરૂઆત કરી ત્યારે દશેરા હતા અને આજે પણ...

પ્રગતિશીલ રાજકોટમાં આજથી ૨૧ વર્ષ પહેલા એટલે કે રપ-૧૦-૧૯૯૯નાં રોજ, હૈયામાં હામ અને આંખોમાં સ્વપ્ન સાથે  માર્કેટીંગ કિંગ જીતુ કોઠારી અને મેનેજમેન્ટ ગુરુ મેહુલ દામાણી નામના બે મિત્રોએ ગ્રાહકોના વિકાસની સાથો સાથ પોતાનો પણ વિકાસ થાય તેવા ઉમદા ધ્યેય સાથે નાના પાયે રિઝલ્ટ એડ નામની પેઢીની સ્થાપના કરેલ.

ર૦૦૧માં રાજકોટના પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ રૂપાપરાનું માર્ગદર્શન સાંપડયું અને રીઝલ્ટ એડ. પ્રા.લી. નો દબદબાભેર પ્રારંભ થયો. આજે રિઝલ્ટ એડ. પ્રા.લી. પ્રમોશન અને જાહેરખબરના ક્ષેત્રે એક અગ્રીમ કક્ષાનું અને સૌથી ચહિતું નામ બની ગયું છે. માત્ર ૧૦ કલાયન્ટસના કામ સાથે શરૂ કરાયેલ પેઢી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્વરૂપે વિકાસ પામી આજે ૪૦૦ થી વધુ કલાયન્ટસને ઉત્કૃષ્ઠ સેવાઓ આપી રહી છે. કલાઈન્ટસને પરીણામદર્શક જાહેરાત દ્વારા તેઓનાં વ્યવસાયને ટારગેટ સુધી પહોંચવામાં રીઝલ્ટ એડ.પ્રા.લી. સતત મદદરૂપ બનતી આવી છે. વધુમાં ગ્રાહકોને નવતર ડીઝાઈનીંગ, ક્રિએટીવ આઈડીયાઝ, યથાર્થ એડ.પોઝીશનીંગ, ઉત્કૃષ્ઠ સર્વિસ તેમજ ઉત્સાહી અને કાર્યદક્ષ સ્ટાફ થકી છેલ્લા ૨૧ વર્ષમાં અપાર સંતોષ મળેલ.

માર્કેટિંગનું બેકગ્રાઉન્ડ ધરાવતા જીતુભાઇ અને મેહુલભાઇએ આ આગવી કુશળતા હાંસલ કરી છે અને એમની પેઢીનું નામ સાર્થક કર્યુ છે. રીઝલ્ટ એટલે પરિણામ. લોકો જાહેરખબર પર ખર્ચ કરે તો તેમને પરિણામ જોઇએ અને શ્રેષ્ઠ પરિણામ કે રિસપોન્સ અપાવવામાં રીઝલ્ટ એડની માસ્ટરી છે જે એમને અન્ય જાહેરખબર એજન્સીઓથી અલગ પાડે છે. રાજકોટમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો કે રાજકોટમાં આજ સુધીના સૌથી વિશાળ પ્રોપર્ટીફેરનું આયોજન કરવા જેવી અનોખી સિઘ્ધીઓ રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. એ મેળવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વિજ્ઞાની ડો. એ.પી.જે. અબ્દુલ કલામ યુવાનોને કાયમ કહેતા કે, 'સપને વો નહીં હૈ જો આપ નીંદ મે દેખે, સપને વો હૈ જો આપકો નીંદ હી ન આને દે', કંઇ આવા જ સફળતાના સપના સાકાર કરવા રીઝલ્ટ એડ. ના જીતુ કોઠારી અને મેહુલ દામાણીએ રાત-દિવસ જોયા વગર મહેનત કરી, દીર્ઘદ્રષ્ટિ દ્વારા રાજકોટ કે સૌરાષ્ટ્રમાં જ નહીં, ગુજરાતભરમાં રીઝલ્ટ એડ. કંપનીને નવી ગરીમા અપાવી ત્યારે ડો. કલામ સાહેબનું વાકય સાર્થક થતુ લાગ્યુ કે, સપને વો હૈ જો આપકો નીંદ ન આને દે..... આજે રીઝલ્ટ એડ. ની સફર મંદ નથી પડી, ગતિ ધીમી નથી પડી. રીઝલ્ટ એડ. કંપની વધુ યુવાન બની છે.

અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જેમ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.માત્ર એક પેઢી કે કંપની જ નથી બની રહી પરંતુ સામાજીક જવાબદારી નીભાવવાનું ઉધ્ત કાર્ય પણ બજાવે છે. દેશભકિતના ગીતો પર ડાન્સ કોમ્પિટિશન અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ 'મા-બાપને ભૂલશો નહીં' તથા 'દિકરી વ્હાલનો દરિયો' જેવા અનોખા કાર્યક્રમનું આયોજન રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ કર્યુ હતું તો જૈન સોશ્યલ ગ્રુપના માઘ્યમે પણ સામાજીક પ્રવૃત્તિઓ માટે રિઝલ્ટ એડના જીતુ કોઠારી અને મેહુલ દામાણી સતત તત્પર રહે છે.

તો સાથો સાથ છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી દરમ્યાન ફકત જૈનો દ્વારા અને ફકત જૈનો માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્સવની ભવ્યાતિ ભવ્ય સફળતામાં પણ રીઝલ્ટ એડ.પ્રા.લી.નાં ડીરેકટરશ્રી જીતુ કોઠારી અને મેહુલ દામાણી મહત્વનો ફાળો રહેલ.

એકવીસમા વર્ષે યોગ એવો સર્જાયો છે કે, ૨૫ ઓકટોબર ૧૯૯૯નાં રોજ રીઝલ્ટ એડ. ના સ્થાપના દિવસે દશેરાનું પવિત્ર પર્વ હતું અને ૨૫ ઓકટોબર ૨૦૨૦નાં રોજ પણ દશેરાનો ત્યોહાર હતો. રીઝલ્ટ એડ. એમના વિશ્રસનીય કલાઇન્ટ્સ માટે 'તંદુરસ્તી' અને 'ધનદુરસ્તી'ની કામના કરે છે.

રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ૧૧૧-૧૧૨-અમીધારા, કેનાલ રોડ, રાજકોટ. ફોન : (૦૨૮૧)૨૨૩૦૦૮૦,  ૨૨૪૨૮૭૫ રમેશભાઈ રૂપાપરા મો. ૯૮૨૪૦ ૫૬૫૬૫, જીતુ કોઠારી મો. ૯૮૨૫૦ ૭૬૩૧૬ અને મેહુલ દામાણી મો. ૯૮૨૫૦ ૭૯૬૧૫ ઉપર અનરાધાર અભિનંદન વરસી રહયા છે.

(2:40 pm IST)