Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વધારાનું કડીયા કામ કરવાની ના પાડતાં દેવકરણભાઇ પર ધોકાવાળી

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ ગોકુલ પાર્કમાં રહેતાં દેવકરણભાઇ કાનજીભાઇ સિંધવ (ઉ.વ.૪૪) જંગલેશ્વર પાસે ગાંધી સોસાયટી-૩માં હતાં ત્યારે દિનેશ રાઠોડે ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિપનગર પોલીસને જાણ કરી હતી.

દેવકરણભાઇના કહેવા મુજબ તેણે દિનેશભાઇ થકી જે કડીયા કામ રાખ્યું હતું એ પુરૂ થઇ ગયું હતું. પણ તેણે વધારાનું કામ કરવાનું કહેતાં ના પાડતાં પોતાના પર હુમલો થયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

ભારતીનગરના બાલુભાઇની જ્યુબીલી પાસે ધોલધપાટ

રામાપીર ચોકડી પાસે ભારતીનગરમાં રહતાં અને નાળીયેરનો ધંધો કરતાં બાલુભાઇ દેશાભાઇ ચાવડા (ઉ.વ.૪૦)ને જ્યુબીલી શાક માર્કેટ પાસે અજાણ્યા બે શખ્સે ઝઘડો કરી માર મારતાં સિવિલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

(2:42 pm IST)