Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોવિડ-૧૯ના દર્દીને વિમો નહિ ચુકવતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં થયેલ ફરીયાદ

રાજકોટ, તા.ર૬ : કોવિડ-૧૯ દર્દીને વિમો ચૂકવવાની ના પાડનાર વિમા કંપની સામે ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ થતા ફોરમે નોીટીસ ફટકારી છે.

તાજેતરમાં કોવિડ-૧૯ની બીમારીમાં સપડાયેલા રાજકોટના યુવાન જીગ્નેશ વિરાણી દ્વારા કોરોના સામે જજુમી કોરોનાને મહાત કરવામાં આવેલ. જીગ્નેશભાઇ દ્વારા પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા માટે વિમા પોલીસી લેવામાં આવેલ હતી અને આ પોલીસી અંતર્ગત વીમા કંપની દ્વારા એન્ડોર્સમેન્ટ શેડયુલ બહાર પાડી બીમારી સબબના જુદા જુદા ટેસ્ટ કે જે લેબોરેટરી અથવા ઘરે કોઇ પણ જગ્યાએ કરવામાં આવેલ હોય તેનો ખર્ચ, દવાઓનો ખર્ચ, કન્સલ્ટીંગ ફી, નર્સિંગ અને મેડીકલ સ્ટાફ ખર્ચ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ હતો. કારણ આપ્યું હતું કે માત્ર કોરોન્ટાઇન અને આઇસોલેશન હોવાના કારણે અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ન લીધેલ હોવાથી વીમો ચૂકવી શકાય નહીં.જયારે આ અંગેની હકીકતો ચકાસતા જાણવા મળેલ હતું કે કોવિડ-૧૯ દર્દી જીગ્નેશભાઇએ સ્ટાર હોમ કેર આઇસોલેશન રાજકોટ કે જેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવેલ તેમાં પ-૯-ર૦ર૦થી ૧૪-૯-ર૦ર૦ દરમિયાન રાજકોટના ખ્યાતનામ ડોકટર જયેશકુમાર ડોબરીયા તથા તેમની સમગ્ર મેડીકલ ટીમની દેખરેખ હેઠળ સારવાર મેળવી હતી. આ સારવારના તમામ મેડીકલ રીપોર્ટસ ડોકટર જયેશ ડોબરીયાએ આપેલ બીમારી અને સારવાર બાબતના પ્રમાણપત્રો સહિતની વિગતો વિમા કંપની સમક્ષ રજુ કરેલ હતી તેમ છતાં વીમા કંપનીના મનસ્વી અને અમાનવીય વલણને કારણે વીમા કંપનીએ જીગ્નેશભાઇ દ્વારા રજુ કરવામાં આવેલ હકીકતલક્ષી વિગતોને અવગણીને કલેઇમ રદ કરેલ હતો. વીમા કંપનીના આવા જડ વલણથી નારાજ થઇ વીમા ધારક જીગ્નેશભાઇ દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન રાજકોટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામા આવતા ગ્રાહક કોર્ટે વીમા કંપનીનીે નોટીસ ફટકારી હાજર થવા/જવાબ ફાઇલ કરવા ફરમાન કરલ છે. આ કેસમાં ગ્રાહક જીગ્નશભાઇ વિરાણી તરફે અડવોકેટ ગજેન્દ્ર જાની તથા પૃથ્વીરાજસિંહ જાડેજા રોકાયેલ છે.

(2:44 pm IST)