Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કબજે થયેલ ૯ર૦૦ લીટર જવલંત શીલ પ્રવાહી મુળ માલીકને પરત આપવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ર૬ : એસઓજી બ્રાન્ચે પકડેલ ૯ર૦૦ લીટર જવલંતશીલ પ્રવાહી તેના મુળ માલિકને પરત સોંપવા અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૮/૯/ર૦ર૦ ના રોજ એસઓજી બ્રાન્ચના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે સાત હનુમાનથી સોખડા ગામ જવાના રસ્તા પર આવેલ સ્વસ્તિક હોસ્પીટલ પાસે સોમનાથ બોરવેલ ઓફીસે દિક્ષિત ગોગનભાઇ વઘાસીયા, રહે. તડકા પીપળીયા, તા.ભેંસાણ, જિ. રાજકોટવાળા સદરહું જગ્યાના સંચાલન ભાવેશભાઇના કહેવાથી વાહનોમાં ગેરકાયદેસર રીતે ઇંધણ ભરતો હોય જેથી સ્ટાફના માણસોને સાથે રાખી સદરહું જગ્યાએ રેડ કરતા ર૦૦ લીટર જવલંતશીલ પ્રવાહી ભરેલ લોખંડના બેરલ નંગ-૧પ તેમજ પ્લાસ્ટીકના બેરલ નંગ-પ તેમજ પ્લાસ્ટીકની બે મોટી ટાંકી જેમાં રર૦૦ લીટર તથા લોખંડની એક મોટી ટાંકી જેમાં૩૦૦૦ લીટર એમ કુલ ૯ર૦૦ લીટર જવલંતશીલ પ્રવાહી તથા સદરહું પ્લાસ્ટીક તથા લોખંડની ટાંકીઓ તથા બે ફયુઅલ પંપ મળી રૂ.૬,૩૪,૬૦૦/-નો માલ કબજે કરેલ. જેથી તે બાબતે નમુના બોટલો ભરી અફએસએલ કચેરીએ પૃથ્થકરણ માટે મોકલેલ.

ત્યારબાદ આ કામના અરજદાર ભરતભાઇ રણછોડભાઇ બાલધા સદરહું મુદામાલ જવલંતશીલ પ્રવાહી ૯ર૦૦ લીટર પરત મેળવવા પોતાના એડવોકેટ અમીત એન.જનાણી મારફત કોર્ટમાં અરજી દાખલ કરેલ છેજેમાં તેઓએ ઉચ્ચ અદાલતના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓની રજુઆત તેમ જસદરહું જવલંતશીલ પ્રવાહીના બીલો અને તે રાખવા માટેજરૂરી દસ્તાવેજો રજુ કરેલા. અને સદરહું મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જાજો સમય પડી રહે તે તેઓને ખુબ જ આર્થિક નુકશાન જાય તેમ હોય તેમજ કોર્ટ જે જે શરતો ફરમાવે તેનું પાલન કરવા તૈયાર હોય જે દલીલો કરેલ હતી.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ નામદાર કોર્ટે સદર ૯ર૦૦ લીટર જવલંતશીલ પ્રવાહીનો જથ્થો પ્લાસ્ટીક તેમજ લોખંડની ટાંકીઓ અરજદારને સોંપવા હુકમ ફરમાવેલ હતી. ઉપરોકત કામમાં અરજદાર વતી એડવોકેટ અમિત એન.જનાણી તથા ઇકબાલ થૈઇમ રોકાયેલ હતા.

(3:30 pm IST)