Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજકોટના ઠેબચડાના ચકચારી ખુનકેસમાં બે મહિલા આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ,તા.૨૬ : રાજકોટનાં ચકચારી ઠેબચડા ગામે ગુમ થયેલ ખુનના આરોપી લાભુબેન છગનભાઇ રાઠોડ- દેવુબેન મગનભાઇ રાઠોડનાં જામીન મંજૂર કરવાનો હાઇકોર્ટે હૂકમ કર્યો હતો.

રાજકોટનાં ઠેબચડા ગામે તા.૨૯/૧/૨૦૨૦નાં બપોરે ૩:૩૦નાં અરસામાં લખધીરસિંહ નવુભા જાડેજાના તિક્ષ્ણ હથિયારો વડે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવેલ અને ફરીયાદી હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા બળવંતસિંહને ઇજાઓ પહોંચાડેલ જે અંગે ઠેબચડા ગામના રાઠોડ પરિવારનાં તથા અન્ય કુલ-૨૧ વ્યકિતઓ વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાએ ફરીયાદી વિરૂધ્ધ જાહેર કરેલ હતી.

આ અંગે આરોપી લાભુબેન વા/ઓ. છગનભાઇ રાઠોડ તથા દેવુબેન વા/ઓ. મગનભાઇ રાઠોડએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારતા ગુજરાત હાઇકોર્ર્ટે બન્નેને રૂ. ૧૫,૦૦૦/-નાં જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

બચાવપક્ષે ઇન્વેસ્ટીગેશન પૂર્ણ થઇ ચાર્જશીટ થઇ ગયેલ છે, આરોપીઓનો રોલ ચાર્જશીટ જોતા સાહેદોને ઇજા કરવા સુધીનો જ રોલ છે, ગુજરાનારને ઇજા કરવાનો આક્ષેપ આરોપી નં. ૧ થી ૩ સામે છે, હાલનાં બન્ને આરોપીઓને કોન્સ્પીરેટર તરીકે બતાવવમાં આવેલ છે. વિગેરે રજૂઆતને ધ્યાને લઇ જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આરોપીઓ વતી અમદાવાદનાં એડવોકેટ વિરાટ જી. પોપટ તથા રાજકોટનાં ધારાશાસ્ત્રી દિપક બી. ત્રિવેદી રોકાયેલા હતા.

(3:30 pm IST)