Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જયેશ પટેલ ગેંગના સાગ્રીત મુકેશ અભંગીની વધુ રીમાન્ડ મંગાઇઃ બે આરોપી જેલહવાલે

જામનગરના બહુચર્ચીત વેપારીઓ-બિલ્ડરોને ધાકધમકી આપી જમીનો પડાવી લેવા અંગેના ચકચારી : જામનગરમાં ડરનો માહોલ : સાક્ષીઓ બીકના માર્યા નિવેદનો આપવા આવતા નથીઃ સાહેદો 'ડર' વગર નિવેદનો આપે, સાહેદોના રક્ષણ માટે તેઓના નામો જાહેર કરાશે નહીઃ પોલીસ અધિક્ષક નિતેષ પાંડે સ્પે. પી.પી. એચ.કે.વોરાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખીઃ મુકેશ અભંગીની અટકાયત ગેરકાયદે હોવાની બચાવ પક્ષની કોર્ટમાં રજુઆતઃ બપોર સુધીમાં રીમાન્ડનો ચુકાદો અપાશે

રાજકોટઃ જામનગરના પોલીસ અધિક્ષક નિતેષ પાંડે અકિલાના પત્રકાર નયન વ્યાસ,  સુધીર ભટ્ટ સાથે દર્શાય છે.

રાજકોટ તા. ર૬  જામનગરમાં બિલ્ડરો-વેપારીઓની કિમતી જમીનો ધાકધમકી આપી પચાવી પાડવાના ચકચારી કેસમાં  કુલ આઠ આરોપીઓની અગાઉ રીમાન્ડ મંજુર થયેલ તે પૈકીના એક આરોપી મુકેશ વલ્લભભાઇ અભંગીને આજે જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ નિતિન પાંડેએ વધુ સાત દિવસની રીમાન્ડ માંગણી સાથે રાજકોટની ગુજસીટોક  કાયદા હેઠળની સ્પે કોર્ટના જજ શ્રી આર.એલ.ઠકકરની કોર્ટમાં રજુ કરેલ છે.

આજે આરોપી મુકેશ અભંગી સાથે અન્ય બે આરોપીઓ જીગર ઉર્ફે જીમ્મી આડતીયા અને પ્રફુલ પોપટની રીમાન્ડ પુરી થતી હોય ત્રણેયને પોલીસ સુપ્રી. શ્રી નીતીન પાંડેએ કોર્ટમાં રજુ કરતા આરોપી મુકેશ અજાંગની વધુ રીમાન્ડ મંગાઇ હતી. અને અન્ય બે આરોપીઓને સ્પે .કોર્ટે જેલ હવાલે કરાયા હતા.

આ કામમાં સરકાર પક્ષેે સ્પે. પી.પી.શ્રી વોરાએ અરજી આપી કોર્ટને જણાવેલ કે, આરોપીઓ વિરૂદ્ધની હકીકતો જણાવ્યા જે સાહેદો માહિતગાર છેતેવા સાહેદો ડરના કારણે તપાસનીશ અમલદાર રૂબરૂ આવી નિવેદનો આપતા નથી અને માહિતી આપતા ડરે છે.

ગુજસી એટોકની જોગવાઇ મુજબ આવા સાહેદોના રક્ષણ માટે સાહેદોના નામ જાહેર ન થાય તે માટે કોર્ટને સતા છે.આ જોગવાઇ મુજબ સ્પે .કોર્ટે જાહેર જનતા જોગ હુકમ કરેલ છે. કે કોઇ પણ સાહેદના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે

નામો જાહેર કરવા નહિ કે નામો જાહેર થાય કે ઓળખાઇ જાય તે પ્રકારની કોઇ કાર્યવાહી કરવી નહી તેવો કોર્ટે હુકમ કરેલ છે.

આ હુકમ મુજબ મીડીયાએ પણ સાહેદોના નાઓ જાહેર કરવા નહી.તેવી સ્પે.પી.પી.એસે.કે.વોરાએ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લખનીય છે કે આ કેસનો સુત્રધાર મનાતો જયેશ પટેલ હાલ વિદેશમાં ફરાર થઇ ગયેલ છે. જયાર ે૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ અભંગીની આજે વધુ ૭ દિવસની  રીમાન્ડ માંગવામાં આવી છે બે આરોપીઓ જીગર ઉર્ફે જીમ્મી આડતીયા અને પ્રફુલ પોપટને જેલ હવાલે કરાયા છે. જયારે અન્ય છ આરોપીઓના નામો ખુલેલ છે તેઓની સામે પુરાવા મળ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ કામમાં આરોપી મુકેશ અભંગી વતી એડવોકેટ કમલેશ શાહ અને એડવોકેટ હકીમભાઇએ વાંધો લઇને જણાવેલ કે, આ કામે ગુજસીકોટ કાયદાની જોગવાઇ મુજબ ઓર્ગેનાઇઝ ક્રાઇમની ગેંગના સભ્ય તરીકે આરોપી સામે ૧૦ વર્ષ સુધીમાં કોઇપણ ગુનો દાખલ થયેલ હોવો જોઇએ કોર્ટ દ્વારા તેની સામે કોગ્નીજન્સ લીધેલ હોવુ જોઇએ આરોપી મુકેશ અભંગી સામે એકપણ કેસ નથી જેથી તેની અટકાયત જ ગેરકાયદેસર છે.

આ કામના અન્ય પાંચ આરોપીઓ નિલેષ મનસુખ ટોળીયા, અતુલ વિઠલભાઇ ભંડેરી (કોર્પોરેટર) પ્રવિણ પરસોતમ ચોવટીયા, અનિલ ગોપાલ પરમાર અને વશરામ ગોવિંદ મિયાત્રાની તા. ર૯ મીએ રીમાન્ડ પુરી થતી હોય તેઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ બનાવ અંગે પોલીસ ઇન્સ્પેકટર એલ. બી. જામનગરના કે. જી. ચૌધરીએ ફરીયાદ નોંધાવી હતી.

આ કામના અન્ય પાંચ આરોપીઓને આગામી તા. ર૯ના રોજ ફરી સ્પે. કોર્ટમાં રજૂ કરાશે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.આ બનાવમાં સરકાર દ્વારા રાજકોટના જીલ્લા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરાની સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેષ પાંડેએ જણાવ્યું હતું કે ડરના કારણે સાહેદો નિવેદનો આપવા આગળ આવતા નથી હાલમાં આરોપીઓની રીમાન્ડ દરમ્યાન તપાસ ચાલુ હોય આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કામમાં સરકારપક્ષે સ્પે. પી. પી. એસ. કે. વોરા તેમજ આરોપીઓ વતી એડવોકેટ કમલેશ એન. શાહ, અર્જુનભાઇ પટેલ, જીજ્ઞેશ શાહ, હકીમભાઇ વિગેરે રોકાયા છે.

ગુજસીટોકના ૧૪ આરોપીની નામાવલી

(૧) જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઇ રાણપરીયા (પટેલ) રે.૬૪ સરદારનગર, ધનેશ્વરી એપાર્ટમેન્ટ, પ્લોટ નં.૪૦૧૪, જામનગર હાલ રહે. વિદેશ (ર) નિલેશ મનસુખભાઇ ટોલીયા જાતે જૈન વાણીયા ઉ.વ.૬૦, વિરલબાગ પાસે મોમાઇ ડેરીવાળી ગલી. (૩) પ્રફુલ જેન્તીલાલ પોપટ રે. ર૦ર કાંચનજંઘા એપાર્ટમેન્ટ, ક્રિકેટ બંગલા સામે જામનગર, (૪) અતુલ વિઠલભાઇ મનજીભાઇ ભંડેરી ઉ.વ.૪૬ રે. નંદનવન શેરી નં. ૪, રણજીતસાગર રોડ, જામનગર મુળ વતન દલદેવળીયા, તા.જામનગર (પ) પ્રવિણ પરસોતમભાઇ ચોવટીયા ઉ.વ.૪૧, પટેલ પાર્ક-૩ શેરી નં. ૩, પંપહાઉસ પાછળ, રણજીતસાગર રોડ, જામનગર, મુળ મોટા થાવરીયા (૬) અનિલ મનજીભાઇ ગોપાલભાઇ પરમાર, જાતે સતવારા ઉ.વ.૩ર, રે. પટેલ પાર્ક પાછળ, ગોકુલ દર્શન સોસાયટી, જેનીસ હેર આર્ટ સામે જામનગર. (૭) મુકેશ વલ્લભભાઇ અભંગી પટેલ એમ્યુઝમેન્ટ પાર્કની સામે, કેવલીયા વાડી, જામનગર (૮) વશરામ ગોવિંદભાઇ મિયાત્રા આહીર ઉ.વ.પ૭, રાજપાર્ક રીલાયન્સ પેટ્રોલ પંપવાળો ઢાળીયો, જામનગર, (૯) જીગર ઉર્ફે જીમી પ્રવિણભાઇ આડતીયા લુવાણા ઉ.વ.૩૮ ધંધો કરન્સી એકસચેન્જ રહે. પ૦૧ દેવ રેસીડેન્સી એપાર્ટમેન્ટ, પંચવટી, જામનગર (૧૦) યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રે. ૪૬૧૪ ન્યુ વિનાયક પાર્ક-૧, ગરબી રોડ, નવાગામ ઘેડ, જામનગર (૧૧) જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રે. ૪૬૧૪ ન્યુ વિનાયક પાર્ક -૧, ગરબી ચોક રોડ નવાગામ ઘેડ, જામનગર (૧ર) રમેશ વલ્લભભાઇ અભંગી રે. પ્લોટ નં. ૮ર /૮૩ કેવલીયા વાડી-૧, એમ્યુઝમેન્ટ પાર્ક સામે જામનગર (૧૩) સુનીલભાઇ ગોકળદાસ ચાંગાણી રે. અમૃત બેંક કોલોની, ઓધવરામ એપાર્ટમેન્ટ પાસે જામનગર, (૧૪) વસંત લીલાધર માનસતા રે. ખારવા ચકલા રોડ, સેન્ટ્રલ બેંક પાસે, ગરબી ફળી, જામનગર.

(3:32 pm IST)