Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સીંગતેલમાં સટોડીયાઓ બેકાબુઃ વધુ ૩૦ રૂ.નો ઉછાળો

યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો છતા સીંગતેલના ભાવો કેમ વધે છે સરકાર પગલા લેશે? લોકોમાં પૂછાતો પ્રશ્ન : ગત સપ્તાહમાં ડબ્બે ૧પ૦ રૂ.નો વધારો ઝીંકી દિધા બાદ નવા સપ્તાહે પણ ભાવમાં સટાસટીઃ નવા ટીનના ભાવ વધીને ર૩પ૦ થી ર૩૭૦ રૂ. થયા કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ. વધ્યા સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧પ૦૦ રૂ.અને નવા ટીનના ભાવ રપ૦૦ રૂ. સુધી પહોંચાડવાનો સટોડીયાઓનો ખેલ? હાલમાં સીંગતેલ લુઝના ભાવ ૧૪રપ રૂ. છે

રાજકોટ તા. રપ :.. સીંગતેલના ભાવમાં સટોડીયાઓ જાણે બેકાબુ બન્યા હોય તેમ રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે નવા સપ્તાહના પ્રારંભે સીંગતેલ ડબ્બે વધુ ૩૦ રૂ. નો ઉછાળો થતા સીંગતેલ નવા ટીનનો ભાવ ર૪૦૦ રૂ.ની સપાટી તરફ સરકી રહ્યો છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો છતાં સીંગતેલના સતત વધતા જતા ભાવો અને સરકારની ઢીલી નીતિ સામે લોકોમાં અનેક તર્ક-વિર્તકો થઇ રહ્યા છે.

સ્થાનીક બજારમાં આજે બજારોે ખુલતાની સાથેજ સીંગતેલમાં તેજીનો તરખાટ મચી ગયો હતો સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રામના ભાવ ૧૪૦૦ રૂ). હતા તે સડસડાટ વધીને બપોરે ર વાગ્યે ૧૪રપ રૂ. બોલાયા હતા અને સીંગતેલ ડબ્બે ૩૦ રૂ.નો ડબ્બો નોંધાયો હતો સીંગતેલ નવા ટીન (૧પ કિ.ગ્રા.)ના ભાવ ર૩ર૦ થી ર૭૪૦ રૂ. હતા તે વધીને ર૩પ૦ ની ર૩૭૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યો હતો સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો કપાસીયા ટીનના ભાવ વધીને ૧૬૦૦ થી ૧૬૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

ગત સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૧પ૦ રૂ.નો ભાવ વધારો થયા બાદ નવા સપ્તાહના પ્રારંભે પણ ભાવ વધારામાં સટાસટી જોવા મળી હતી તેવી જરીતે ગત સપ્તાહમાંં કપાસીયા ટીનમં ૭૦ રૂ.નો ભાવ વધારો થયા બાદ નવા સપ્તાહમાં તેજીનો દોર જારી રહ્યો છે.

ગત સપ્તાહમાં સૌરાષ્ટ્રના-માર્કેટયાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો થઇ હતી આજે સૌરાષ્ટ્રના માર્કેટયાડોમાં એકજ દિ'માં ૪.૭પલાખ મગફળીની ગુણીની વિક્રમજનક આવકો થઇ છે છતા સીંગતેલના ભાવો ઘટવાના બદલે સતત વધતા જતા હોય સીંગતેલના સ્ટોડીયાએ બેકાબુ બન્યાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. દર વર્ષે દિવાળી પૂવ અને દિવાળી પછી નવી મગફળીની આવકો શરૂ થતાની સાથે જ સીંગતેલના ભાવોમાં કડાકાઓ ચાલુ થાય છે. જો કે ચાલુ વર્ષે ઉલ્ટુ ચિત્ર જોવા મળતા લોકોમાં અનેક તર્ક વિર્તકો થઇ રહ્યા છે. મગફળીની પુષ્કળ આવકો છતા સીંગતેલના ભાવો કેમ વધે છે ? રાજય સરકાર કયારે સીંગતેલના વધતા જતા ભાવો સામે કયારે પગલા લેશે ? તેનો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહ્યો છે.બીજી બાજુ સ્ટોડીયાઓએ સીંગતેલ લુઝનો ભાવ ૧પ૦૦ રૂ. અને સીંગતેલ નવા ટીનનો ભાવ રપ૦૦ રૂ. સુધી પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો હોવાની બજાર વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ છે.

(3:32 pm IST)