Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શકિત સોસાયટીમાં ઇમીટેશનના કારખાનામાં થયેલી ૪૭ હજારની ચોરીનો ભેદ ઉકેલાયોઃ ચાર પકડાયા

કિશન, અશ્વીન, શાહરૂખ અને પરેશ ચોરાઉ માલ વેંચવા આવ્યાને બી ડીવીઝન પોલીસે દબોચ્યાઃ ચારેયની ધરપકડ : સાગર અને શૈલેષની શોધ

રાજકોટ, તા., ૨૬: મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી પાસેથી ઇમીટેશનનો ચોરાઉ માલ વેંચવા નીકળેલા ચાર શખ્સોને બી ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી રોડ ભગવતી હોલ પાછળ આવેલ શકિત સોસાયટીમાં આવેલા કારખાનાની ઓફીસમાંથી પંદર દિવસ પહેલા થયેલી રૂ.૪૭ હજારના ઇમેટેશનના માલમતાની ચોરી થઇ હતી. આ માલ તસ્કરો વેંૅચવા આવવાના હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ. હેમેન્દ્રભાઇ વાઘીયા, પરેશભાઇ સોઢીયા અને સીરાજભાઇ ચાનીયાને બાતમી મળતા પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ વીરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ, સીરાજભાઇ ચાનીયા, જયદીપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ, ભાવેશભાઇ, પરેશભાઇ, મનોજભાઇ, મિતેશભાઇ તથા ચાપરાજભાઇ સહીત મોરબી રોડ પર વોચમાં હતા. દરમ્યાન જય જવાન જય કિશાન સોસાયટીની પાછળથી પસાર થતી જીજે-૩-બીયુ-૮૭૯૧ નંબરની રીક્ષાને શંકાના આધારે રોકી રીક્ષાચાલક અને પાછળ બેઠેલા ત્રણ શખ્સોની પુછપરછ કરતા ચારેયે પોતાના નામ કિશન ભાવેશભાઇ ભાલારા (ઉ.વ.ર૦) (રહે. ગંજીવાડા મેઇન રોડ), અશ્વીન ગોવીંદભાઇ લીંબડીયા (ઉ.વ.૧૯) (રહે. ગંજીવાડા શેરી નં. ૩૬), શાહરૂખ મુનીર મહંમદભાઇ કુરેશી (ઉ.વ.રર)(રહે. ગંજીવાડા શેરી નં. ૬૩) અને પરેશ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૧૯) (રહે. ગંજીવાડા શેરી નં. ૩૬) નામ આપ્યા હતા. પોલીસે તલાશી લેતા રીક્ષામાંથી પ્લાસ્ટીકના કોથળા મળી આવ્યા હતા. તેમાં ઇમીટેશનનો માલ હોઇ, આ માલ વિશે પુછપરછ કરતા તા.૧૩ના રોજ ભગવતી હોલ પાસે આવેલી શકિત સોસાયટીમાં આવેલા કારખાનાની ઓફીસમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા ચારેયની ધરપકડ કરી હતી. પકડાયેલો અશ્વીન લીંબડીયા એક વર્ષ પહેલા તે ઇમીટેશનના કારખાનામાં કામ કરતો હતો. પુછપરછ દરમ્યાન સાગર અને શૈલેષના નામ ખુલતા બંનેની શોધખોળ હાથ ધરી છે.

(3:33 pm IST)
  • ' ભારતની લોકશાહી ખતરામાં ' : દેશની અર્થ વ્યવસ્થા ઉપર ગંભીર સંકટ : વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ : સીબીઆઈ તથા આઈએનએ જેવી એજન્સીઓ પ્રાઈમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરના ઈશારે કામ કરી રહી છે : વિપક્ષોને ડરાવવા અને ધમકાવવા માટે આ એજન્સીઓનો ઉપયોગ થઇ રહ્યો છે : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો મોદી સરકાર ઉપર હુમલો access_time 2:04 pm IST

  • નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રમખાણોને લઈને એસઆઈટી પૂછપરછમાં 9 કલાક સુધી એક કપ ચા પણ નહોતી પીધી : રાઘવન: વર્ષ 2002ના ગુજરાત તપાસ કરનાર એસઆઇટીના પ્રમુખ આર,કે,રાઘવને પોતાના પુસ્તકમાં એ સમયના રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પૂછપરછને લઈને કર્યો ખુલાસો : તેઓએ કહ્યું કે મોદીની નવ કલાક લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંત અને સંયમ બની રહ્યા અને પુછાયેલા અંદાજે 100 સવાલોના દરેકના આપ્યા હતા આ દરમિયાન એક કપ ચા સુધી લીધી નહોતી access_time 12:58 am IST

  • ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી સંભવતઃ ગુજરાતમાં સ્કૂલો ખુલી જશે : ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત access_time 1:08 pm IST