Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જિલ્લા બેંકના ઇતિહાસમાં પ્રથમવાર ર૯મીએ ઓનલાઇન સામાન્ય સભા

રાજકોટ, તા. ર૬ : સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક આજે સવારે ચેરમેન જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ર૯ નવેમ્બરે વર્ચ્યુલ (ઓનલાઇન) સામાન્ય સભા યોજવાનું નક્કી થયું છે. ચેરમેન અને અધિકારીઓ રાજકોટ હાજર રહી સામાન્ય સભાનું કામકાજ કરશે. બાકીના તમામ તાલુકા મથકોએ સભાસદો ઉપસ્થિત રહીને ભાગ લેશે.

રાજકોટ જિલ્લા બેંકમાં સામાન્ય સભામાં અપેક્ષિત સભાસદોની સંખ્યા ૯૦૦થી વધુની છે. દર વખતે જામકંડોરણામાં હજારો લોકોની હાજરીમાં સામાન્ય સભા યોજાતી હોય છે. આ વખતે કોરોનાના કારણે પ્રથમ વખત ઓનલાઇન સામાન્ય સભા મળશે. જેમાં બેંકની પ્રગતિનો વાર્ષિક અહેવાલ રજૂ કરશે.

(3:34 pm IST)