Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પ્રમોશન સાથે રાજકોટમાં બે મામલતદારો હાજર

કોટડા માટે વસોયા તો લોધીકા માટે રાણાવસીયાએ ચાર્જ સંભાળ્યોઃ હજુ બે ડે.કલેકટર-૪ મામલતદારની જગ્યા ખાલી

રાજકોટ તા. ર૬ :.. તાજેતરમાં સરકારે ૩૯ નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર બનાવી તાકીદે ચાર્જ સંભાળવા આદેશો કર્યા હતાં.

આ સંદર્ભે આજે રાજકોટ કલેકટરમાં જામનગર-પાટણથી પ્રમોશન સાથે મુકાયેલા બે મામલતદારોએ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા સમક્ષ હાજર થઇ ચાર્જ સંભાળી લીધો હતો. જામનગરથી કોટડાસાંગાણી મુકાયેલા શ્રી વસોયા તથા પાટણથી લોધીકા મામલતદાર મુકાયેલા કે. કે. રાણાવસીયાએ ચાર્જ સંભાળી - પ્રારંભે મગફળી ખરીદીની કામગીરી શરૂ કરી છે, અત્રે એ નોંધનીય છે કે હજુ ગોંડલ શહેર, ગોંડલ-ગ્રામ્ય, જસદણ-જેતપુર મામલતદારની જગ્યા ખાલી છે, તો મધ્યાહન ભોજન ડે. કલેકટરની જગ્યા પણ પુરાઇ નથી, સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર પણ બાકી છે.

(3:35 pm IST)