Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સોરઠીયાવાડી સર્કલ પાસેથી કારમાંથી દારૂની ર૪ બોટલ સાથે કરણ અને બ્રીજેશ પકડાયા

જીલ્લા ગાર્ડન પાસે મકાનમાંથી ર૪ બોટલ દારૂ સાથે રજાક અબ્દુલભાઇ શેખ પકડાયો

રાજકોટ તા. ર૭ :.. સોરઠીયાવાડી સર્કલ પાસેથી કારમાંથી દારૂની ર૪ બોટલ સાથે બે અને જીલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર સામે ઓરડી માંથી દારૂની ર૪ બોટલ સાથે એક શખ્સને ભકિતનગર પોલીસે ઝડપી લીધો હતો. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, હિરેનભાઇ, સલીમભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, રણજીતસિંહ જાડેજા, મૈસુરભાઇ, મનીષભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. રણજીતસિંહ અને વાલજીભાઇને મળેલી બાતમીના આધારે સોરઠીયાવાડી સર્કલ પાસેથી જીજે-૩-સી-ઇ-ર૧૬૦ નંબરની સેવરોકોટ કારમાંથી રૂ. ૧ર૦૦૦ ની કિંમતની દારૂની ર૪ બોટલ સાથે કરણ અશ્વિનભાઇ કકકડ (ઉ.ર૩) (રહે. સોરઠીયાવાડી શેરી નં. ૪), અને બ્રીજેશ મહેશભાઇ વીશાણી (ઉ.ર૧) (રહે. કોઠારીયા રોડ, મેહુલનગર શેરી નં. ૬) ને પકડી લીધા હતાં. જયારે બીજા દરોડામાં હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમીના આધારે જીલ્લા ગાર્ડન પાસે સ્લમ કવાટર્સની સામે ઓરડીમાંથી દારૂની ર૪ બોટલ સાથે રજાક અબ્દુલભાઇ શેખ (ઉ.પ૧) રહે. જીલ્લા ગાર્ડન પાસે મફતીયાપરામાં) ને પકડી લીધો હતો.

(3:37 pm IST)