Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા યુપીએસસી તાલીમ ભવનના બે છાત્રો પ્રિલીમનરી પરીક્ષામાં ઉર્તિણ થયા

રાજકોટ, તા., ૨૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  તેમજ જૈન ઇન્ટરનેશનલના સંયુકત ઉપક્રમે ર૦૧૯ થી યુપીએસસી ભવન શરૂ કરવામાં આવેલ જેમાં ચાલુ વર્ષે લેવાનારી યુપીએસસી પ્રિલીમનરી પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ ઉર્તિણ થયેલ છે.

સમગ્ર વર્ષ દરમિયાન દિલ્હીથી નામાંકીત તજજ્ઞો રાજકોટ આવીને વિદ્યાર્થીઓને તાલીમ મળે છે. ચાલુ વર્ષ કોવીડ-૧૯ પરિસ્થિતિમાં યુપીએસસીની પરીક્ષા નિયત શેડયુલ કરતા મોડી લેવાયેલ. વિદ્યાર્થીઓએ ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ મારફતે અભ્યાસ ચાલુ રાખેલ. ચાલુ વર્ષ ૮૧ વિદ્યાર્થીઓએ પ્રિલીમનરી પરીક્ષા આપેલ. જેમાંથી ર વિદ્યાર્થીઓ ઉર્તીણ થયેલ. જેમાં હરેશભાઇ કે જેઓએ આઇઆઇટી દિલ્હીમાંથી એમએસસી કરેલ છે. તેમજ નિશાંત ભાલારા બી.ટેક ચેન્નાઇથી કરેલ તેઓએ એક વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તાલીમ લીધી હતી.

બન્ને છાત્રોને કુલપતિ  પ્રો. નિતીનભાઇ પેથાણી, રજીસ્ટાર જતીનભાઇ સોની, સંયોજક મેહુલભાઇ રૂપાણી, નિલેશભાઇ સોની, નીકેશભાઇ શાહે અભિનંદન પાઠવેલ.

ઉપરોકત જૈન ઇન્ટરનેશનલના જૈન મહારાજ સાહેબ પ.પૂ.નયનયરી અને પ.પૂ. મૈયાણા મહાસતીજીએ આશીર્વાદ પાઠવ્યા. પ્રમુખ ઘેવરચંદ બોહરા, ચંદ્રકાંતભાઇ શેઠ, રાજુભાઇ શાહ અને સંજયભાઇ સંકલેચાએ છાત્રોને અભિનંદન પાઠવ્યા છે.

(3:38 pm IST)