Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સરગમ કલબ દ્વારા સાદગીભેર નવરાત્રીની મહોત્સવની પૂર્ણાહુતિ

રાજકોટ : કોરોના મહામારી ધ્યાને લઇ સરગમ કલબ દ્વારા સરકારી ગાઇડ લાઇનને અનુસરીને સાદગીપૂર્ણ નવરાત્રીનું આયોજન કરાયુ હતુ. હેમુ ગઢવી હોલ ખાતે માતાજીની પ્રતિમાની સ્થાપના કરી દરરોજ વિવિધ ક્ષેત્રના આગેવાનોના હસ્તે આરતી કરવામાં આવી હતી. પ્રથમ નોરતે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજજી બાવાશ્રીએ આરતી સાથે નવરાત્રી પ્રારંભ કરાવેલ. શકિતની ભકિતના આ કાર્યમાં સરગમ લેડીઝ કલબની બહેનો અને જેન્ટસ તથા લેડીઝ કલબના હોદેદારો સામેલ થતા હતા. નવમા નોરતે અને દશેરાના દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. દરેક માટે જલેબી અને સહીત સ્વાદીષ્ટ પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. આ કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મંત્રી મૌલેશભાઇ ઉકાણી, ખજાનચી સ્મિતભાઇ પટેલ, લેડીઝ કલબના પ્રમુખ નિલુબેન મહેતા, ઉપપ્રમુખ જસુમતીબેન વસાણી, સરગમના સલાહકાર સમિતિના સભ્ય કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જયોતિબેન રાજગુરૃ, જયશ્રીબેન સેજપાલ, મિતેનભાઇ મહેતા, રમેશભાઇ અકબરી, ગીતાબેન હિરાણી, મનસુખભાઇ ધંધુકીયા, ડી. વી. મહેતા, કુંદનબેન રાજાણી, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રસિંહ જાડેજા, છાયાબેન દવે, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, વંદનાબેન પાણખાણીયા, સીંગર સોનલ ગઢવી વગેરેએ જહેમત જોડાયા હતા.

(4:30 pm IST)
  • ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાની અવગણના કરનાર મહેબુબા મુફ્તીની પીડીપી પાર્ટીમાં તિરાડ : પાર્ટી અધ્યક્ષ મહેબુબાના નિવેદનથી નારાજ થયેલા 3 આગેવાનોએ રાજીનામાં આપી દીધા : ટી.એસ.બાજવા ,વેદ મહાજન ,તથા હુસેન એ.વફાએ મહેબૂબાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી રાજીનામાં આપી દીધા : મહેબૂબાએ કાશ્મીરમાં 370 મી કલમ ફરીથી લાગુ ન થાય ત્યાં સુધી ત્રિરંગાને હાથ અડાડવાનો ઇન્કાર કરી દીધો હતો access_time 8:11 pm IST

  • ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી સંભવતઃ ગુજરાતમાં સ્કૂલો ખુલી જશે : ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત access_time 1:08 pm IST

  • પોતાના પુત્રને બદલે મોદીજી વડાપ્રધાન થઇ જતા સોનિયાજી દુઃખી દુઃખી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર લોકતંત્ર ખોખલું કરી નાખવાના કરેલા આક્ષેપો સામે ભાજપનો વળતો પ્રહાર : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા access_time 7:51 pm IST