Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વોર્ડ નં.૦ર એવિએશન સોસાયટી તથા પત્રકાર સોસાયટી મેઇન રોડ પર પેવિંગ બ્લોક નંખાશેઃ ખાતુમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા ''સૌનો સાથ સૌનો વિકાસ'' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૃપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ એવિએશન સોસાયટી તથા પત્રકાર સોસાયટી મેઈન રોડ પર પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, પૃથ્વીરાજસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, હર્ષદભાઈ ઝાલા, રોઝેફાભાઈ સાકીર, અજયસિંહ જાડેજા, પ્રફુલભાઈ મહેતા, જયદીપભાઈ ગઢવી, નિલેશભાઈ તેરૈયા, જયરાજસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, છેલભાઈ, દેવયાનીબેન રાવલ, જાગૃતિબેન, શ્યામાનાબેન, કીર્તિબેન જોષી, કુશુમબેન પરમાર, જયોતિબેન પરમાર, લીલુબેન જોગરાણા, યામિનીબેન ધોળકિયા, મનછાબેન ગોસ્વામી, જસુમતીબેન વસાણી, નિશ્યલભાઈ જોષી, ચિંતનભાઈ દવે, કલાબેન ચંદારાણા, મીનાબેન પલાણ, રીનાબેન સીદોરા, હેતલબેન શુકલ, આશાબેન પોબરુ, જાગૃતિબેન મહેતા, લાભુબેન જોગરાણા, ભારતીબેન ઝાલા, રેખાબેન પરમાર, વર્ષાબેન પરમાર, ભાવેશભાઈ પરમાર, પ્રફુલભાઈ મહેતા, હિમાંશુભાઈ રાવલ, જયશ્રીબેન પરમાર, જયરાજસિંહ, નૈમિષભાઈ સિદ્ઘપુરા તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:31 pm IST)