Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જીલ્લા પોલીસ ૩૦૦૦ના સ્ટાફ સાથે ખડેપગે રહેશેઃ રૂરલ એસપી બલરામ મીણા

રાજકોટ જીલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચુંટણીમાં આવતીકાલે શાંતિપુર્વક મતદાન થાય તે માટે ૩૦૦૦ પોલીસ અધિકારીઓ અને જવાનોનો સ્ટાફ ખડેપગે રહેશે. જીલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર વિડીયોગ્રાફી અને વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવ્યો છે. તેમજ એસઓજી, એલસીબી અને પેરોલ ફરલો સ્કવોડની કવીક રિસ્પોન્સ ટીમ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખશે. તેમ રૂરલ એસપી શ્રી બલરામ મીણાએ જણાવ્યું હતું.

(12:46 pm IST)