Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બેડીપરા પાસે શ્રમજીવી સોસાયટીમાં જેઠાના ઘરમાંથી વિદેશી દારૂ મળ્યો

થોરાળા પોલીસનો દરોડોઃ જેઠો ઘરમાંથી ન મળ્યો

રાજકોટ તા. ૨૭: બેડીપરા શ્રમજીવી  સોસાયટી શેરી નં. ૮/૧૦ના ખુણે રહેતાં જેઠા દેવરાજભાઇ રાજૈયાના ઘરમાં વિદેશી દારૂ હોવાનો બાતમી કોન્સ. નરસંગભાઇ ગઢવીને મળતાં દરોડો પાડવામાં આવતાં જેઠો મળ્યો નહોતો. પણ ઘરમાંથી રૂ. ૪૫૦૦નો ૯ બોટલ દારૂ મળતાં કબ્જે કરાયો હતો. જેઠાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્સ. નરસંગભાઇએ આ કાર્યવાહી ડીસીપી પ્રવિકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં કરી હતી.

(12:46 pm IST)