Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

આજે સાંજે ૧૧ ગાયક કલાકારો જુના- નવા ૨૮ ગીતો પીરસશે

દિલ સુંદર કરાઓકે ગ્રુપ અને સુરસંગમ ગ્રુપ દ્વારા ઈવનિંગ પોસ્ટ ખાતે વિનામૂલ્યે કાર્યક્રમ

રાજકોટઃ અહિંના ઈવનિંગ પોસ્ટ (જયુબેલી ગાર્ડન પાસે) ખાતે દિલ સુંદર કરાઓકે ગ્રુપ અને સુર સંગમ ગ્રુપના સંચાલકો દિલીપભાઈ (મો.૮૨૦૦૭ ૬૨૫૫૩) અને સુરેશભાઈ (મો.૮૭૮૦૮ ૦૮૨૬૩)ના સહયોગથી આજે શનિવારે સાંજે ૫:૩૦ થી ૯ સુધી કરાઓકે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાએલ છે. તેમાં હિન્દી ફિલ્મોના જુના તથા નવા ગીતો સહીત લગભગ ૨૮ ગીતો કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે.ગાયક કલાકારો સર્વશ્રી દિલીપભાઈ, બિપીનભાઈ ઘઘડા, દિપકભાઈ કકકડ, જયસુખભાઈ કઠવાડિયા, સંજયભાઈ જાની, ભાવેશ વ્યાસ, સ્વાતિ વ્યાસ, સોનિયા કારીયા, કૈલાસબેન કઠવાડિયા, કાજલબેન જાની, સંગીતાબેન જોશી ગીતોની રમજટ બોલાવશે. સંગીતપ્રેમીઓને કાર્યક્રમ માણવા જાહેર આમંત્રણ અપાયું છે.

(2:48 pm IST)