Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સાંઈરામ દવેનું પુસ્તક 'સ્માઈલરામ'નું કાલે રમેશભાઈ ઓઝાના હસ્તે વર્ચ્યુઅલ વિમોચન

ફેસબુક પેઈજ અને યુ- ટયુબ ઉપર ઓનલાઈન વિમોચન

રાજકોટ,તા.૨૭: પ્રસિધ્ધ હાસ્યકલાકાર તથા શિક્ષણવિદ્દ સાંઈરામ દવેની લેખનયાત્રાનું બારમું પુસ્તક 'સ્માઈલરામ'નું આવતીકાલે તા.૨૮ના શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે sairamdaveofficial યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઈજ પરથી ઓનલાઈન વિમોચન થશે.

પોરબંદર સાંદિપની વિદ્યાનિકેતનથી ભાગવત્ કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) આ પુસ્તકનું લોકાર્પણ કરશે. સાંઈરામ દવેએ 'રંગ કસુંબલ ગુજરાતી' પુસ્તક દ્વારા ગુજરાતની રાષ્ટ્રભકિતના ગીતો રજુ કર્યા હતા. તેમજ 'પેરેન્ટીંગ સોલ્યુશન્સ' અને બાળકો માટે 'મામાનું ઘર કેટલે' જેવા હૃદયસ્પર્શી વિષયો ઉપર પુસ્તકો લખ્યા છે. સ્માઈલરામએ ખડખડાટ હાસ્ય લેખોનો સંગ્રહ છે. તો આ વર્ચ્યુલ વિમોચનમાં જોડાવા સૌને આમંત્રણ અપાયું છે. sairamdaveofficial યુ- ટયુબ ચેનલ અને ફેસબુક પેઈજ પર તથા sandipani vidyaniketanના ફેસબુક પેઈજ તેમજ યુ- ટયુબ પર આ ઓનલાઈન વિમોચન થશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે. (મો.૭૬૦૦૬ ૨૬૨૬૨)

(11:36 am IST)